એક વ્યક્તિને કારણે ડિપ્રેશનમાં છું, હું આત્મહત્યા કરી લઈશ: રાની ચેટરજી
મુંબઇ, બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી અને હવે ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી રાની ચેટરજી પોતાની જિંદગીના ખરાબ સમયથી પસાર થઇ રહી છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેમને હેરાન કરી રહ્યા છે. તેમણે ખુલાસો કરતા કહ્યું કે એક વ્યક્તિના કારણે તે પોતાની જિંદગીના ખરાબ સમયથી પસાર થઇ રહી છે અને હવે તેમનામાં હિંમત નથી બચી. તેમણે કહ્યું કે હું સુસાઈડ કરી લઈશ. રાની ચેટરજીએ પોતાના આધિકારિક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે એક શખ્સની તસવીર અને પોસ્ટ્સ પણ શેર કરી છે. આ વ્યક્તિનું નામ ધનંજય સિંહ છે. આ વ્યક્તિથી પરેશાન થઇને તેમણે પોસ્ટમાં લખ્યું છે કે ‘ડિપ્રેશનના કારણે હું ખૂબ પરેશાન થઇ ગઈ છું, હું હંમેશા મજબૂત અને સાકારાત્મક રહેવાની વાત કરું છું પણ હવે નથી થઇ રહ્યું.
આ વ્યક્તિ કેટલાય વર્ષોથી ફેસબુક પર મારા વિશે ગંદી-ગંદી વાતો લખી રહ્યો છે. રાનીએ આગળ લખ્યું છે કે મેં તેને નજરઅંદાજ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો. ઘણા બધા લોકો જોડે મેં વાત કરી અને બધાએ કહ્યું કે નજરઅંદાજ કરો પરંતુ હું પણ માણસ છું. હું મેદસ્વી છું, હું ઘરડી છું કે પછી હું એવું કોઈ કામ કરું છું કે આ વ્યક્તિ આટલી અભદ્ર વાતો લખે છે. લોકો આ બધું મોકલે છે પણ હવે મારાથી નજરઅંદાજ નથી થતું. રાનીએ આગળ લખ્યું છે કે હું ઘણા વર્ષથી આ વાતને લઈને પરેશાન છું અને માનસિક તણાવથી પસાર થઇ રહી છું. કદાચ આની ઈચ્છા છે કે હું જીવ આપી દઉં, આના કારણે મારા અંગત જીવનમાં ખૂબ તણાવ વધી ગયો છે. મુંબઈ પોલીસથી મારો અનુરોધ છે કે જો હું કંઈ કરી લઉં તો તેનો જવાબદાર ધનંજયસિંહ હશે. મેં સાઈબર સેલમાં પણ તેની ફરિયાદ કરી હતી પણ ત્યાં કહેવામાં આવ્યું કે તેણે મારું નામ નથી લખ્યું, જોકે હું જાણું છું કે આ ફક્ત મારા માટે જ લખે છે.