એક શખ્સે મક્કાની મસ્જિદમાંથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
મક્કાની મસ્જિદમાં આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે
ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળ સાઉદી અરેબિયાના મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
નવી દિલ્હી, ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળ સાઉદી અરેબિયાના મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઈસ્લામના પવિત્ર માસ રમઝાન અને ઈદના અંત પહેલા આ વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ અલ-મસ્જિદ અલ-હરમના ઉપરના માળેથી નીચે કૂદી પડ્યો હતો. કૂદવાને કારણે વ્યક્તિને ઈજાઓ થઈ હતી. જો કે, તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જેના કારણે તેનો જીવ બચી ગયો. અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
જોકે, આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રીયતા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા સાઇટ ઠ પર આ માહિતી આપતા સાઉદી અધિકારીઓએ કહ્યું કે આ ઘટના અંગે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે. મક્કાની મસ્જિદની અંદર આત્મહત્યાનો આ પહેલો કિસ્સો નથી, પરંતુ અગાઉ પણ આવી ઘટનાઓ જોવા મળી છે.
વર્ષ ૨૦૧૮માં આવી ત્રણ ઘટનાઓ બની હતી. એક ઘટનામાં એક ઈરાકી મુસ્લિમે પવિત્ર કાબાની પરિક્રમા વિસ્તારની ઊંચાઈ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. હુસૈન હમીદ અલ હૈદરી નામનો ઈરાકી વ્યક્તિ નમાઝ અદા કરી રહેલા મુસ્લિમો વચ્ચે કાબાની ઊંચાઈ પરથી પડીને કાબાની પ્રદક્ષિણા કરી રહ્યો હતો અને તેણે જીવ ગુમાવ્યો હતો. તે જ વર્ષે જૂન મહિનામાં, એક ળેન્ચ મુસ્લિમે મસ્જિદની છત પરથી છલાંગ લગાવી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
ત્રીજો કિસ્સો બાંગ્લાદેશી મુસ્લિમનો હતો જેમાં તે વ્યક્તિએ મસ્જિદના પહેલા માળેથી પવિત્ર કાબાની પરિક્રમા વિસ્તારમાં કૂદી પડ્યો હતો. આ વ્યક્તિ સુદાનના એક આધેડ વ્યક્તિ પર પડ્યો, જેને પણ ઈજા થઈ અને બાંગ્લાદેશી વ્યક્તિએ જીવ ગુમાવ્યો. વર્ષ ૨૦૧૭માં પણ આત્મહત્યાના પ્રયાસનો કેસ નોંધાયો હતો. સાઉદી અરેબિયાના એક વ્યક્તિએ મસ્જિદ પરિસરમાં આગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સુરક્ષાકર્મીઓની તત્પરતાના કારણે તેનો બચાવ થયો હતો.ss1