એક સમયે બે સરકારી દવાખાના અને કોવિડ કેર સેન્ટર ખૂબ સારી રીતે ચલાવ્યા
ડૉ. રાજેશ પટેલ……. જિલ્લાના તમામ સરકારી દવાખાના ઓ માં શ્રેષ્ઠ સારવાર
આણંદ જિલ્લા ના વિદ્યાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય તબીબ તરીકે સેવા આપતા ડૉ. રાજેશ ભાઈ પટેલ લોકોની સારવાર માટે એક જાણીતું નામ બન્યું છે, કોરોના સંક્રમણ કાળ વચ્ચે એક સમયે તેઓ એકલે હાથે બે દવાખાના અને સમરસ હોસ્ટેલ ખાતે નું કોવિડ કેર સેન્ટર પણ ખૂબ સારી રીતે ચલાવ્યા હતા,
લગભગ છેલ્લા એક વર્ષ માં કોરોના સંક્રમિત અને અન્ય રોગો ના ત્રણ હજાર જેટલા દર્દી ઓની સારવાર કરી હતી જેમાં તેઓ અને તેઓનો નસિંગ સ્ટાફે પણ સેવા આપી હતી,
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિદ્યાનગર એક એવું સેન્ટર છે જ્યાં જિલ્લા ના કલેક્ટર શ્રી અને જિ. વિ. અધિકારી શ્રી ઓ એ પણ વેકસીન નો પ્રથમ ડોઝ લીધો હતો,
ગત વર્ષ પણ સમરસ કોવિડ સેન્ટર ખૂબ સારી રીતે ચલાવ્યું અને આજે પણ ડૉ. રાજેશ પટેલ અને તેઓનો સ્ટાફ સારી રીતે ચલાવી રહ્યા છે , અહીં એવા કોરોના સંક્રમિત દર્દી ઓ માટે આઈસોલેસન માટે ની વ્યવસ્થા છે ,જેઓને પોતાના ઘેર વ્યવસ્થા ન હોય તેઓને અહીં દાખલ કરી ને રહેવા ,
જમવા , અને સારવાર , દવાઓ , સહીત ની તમામ સુવિધાઓ આપવા માં આવે છે , અહીં સારવાર છતાં જો કોઈ ની તબિયત બગડે તો સિવિલ જનરલ હોસ્પિટલમાં ખસેડવા માં આવે છે અને જો દર્દી સારા થાય તો તેઓને સન્માન ભેર એમ્બ્યુલન્સ માં ગામ અને ઘર સુધી મુકવામાં આવે છે.
ડૉ. રાજેશ પટેલ કહે છે કે , કોરોના ને રોકવા માટે સામાન્ય જાગૃતિ અને કાળજી લેવામાં આવે તો કોરોના સંક્રમણ ને અટકાવી શકાય છે , માસ્ક પહેરવો , એક બીજા થી દુરી રાખવી , અને ઇમ્યુનિટી વધે એવી
તબીબો દવારા ભલામણ કરાયેલી દવાઓ લેવી આટલી કાળજી રાખવા થી કોરોના સંક્રમણ થી બચી શકાય છે , છતાં પણ કોરોના થી સંક્રમિત થઈ એ તો ગભરાવા ની જરૂર નથી તમામ સરકારી દવાખાનાઓ ઓ માં સારા માં સારી સારવાર મળે છે અને સારવાર લઈ સાજા થવાની સંખ્યા સોંથી વધારે છે.