એક સમયે શાહરૂખનું નામ સાંભળીને પ્રિયંકા ભડકી હતી
મુંબઈ: દેસી ગર્લ પ્રિયંકા ચોપડા હાલ પોતાના લગ્નજીવનમાં ખુબ ખુશ છે પરંતુ તેના અફેર ચર્ચામાં રહેતા આવ્યા છે. અફવાઓના બજારમાં તો એ વાત પણ ઉડી હતી કે પ્રિયંકાનું અફેર શાહરૂખ ખાન સાથે ચાલતું હતું. સમય જતા બંને દૂર થઈ ગયા અને એક સમય તો એવો પણ આવ્યો હતો કે પ્રિયંકાને શાહરૂખનું નામ સાંભળવું પણ નહતું ગમતું જેનો પુરાવો આ જૂનો વીડિયો છે.
આ વીડિયોમાં પ્રિયંકા ચોપડા એક પ્રેસ કોન્ફરન્સમાં છે અને રિપોર્ટરોના સવાલના જવાબ આપી રહી છે. આ બધા વચ્ચે શાહરૂખ અંગે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો તેને સાંભળીને તે ભડકી જાય છે અને જવાબ આપવાની ના પાડે છે. પ્રિયંકાનો ગુસ્સો આ વીડિયોમાં સ્પષ્ટપણે જાેવા મળી રહ્યો છે.
અત્રે જણાવવાનું કે આ વીડિયો વર્ષ ૨૦૧૩નો અને તે ૫૯માં ફિલ્મફેર એવોર્ડની પ્રેસ કોન્ફરન્સનો છે. પ્રિયંકા આ કોન્ફરન્સમાં મોડી પહોંચી હતી અને તેને લઈને રિપોર્ટરે તેની સરખામણી શાહરૂખ ખાન સાથે કરી નાખી. અભિનેત્રીએ આખી કોન્ફરન્સમાં એકવાર પણ શાહરૂખનું નામ પણ ન લીધુ. દેસી ગર્લ પ્રિયંકા ચોપડા હાલ પોતાના લગ્નજીવનમાં ખુબ ખુશ છે
પરંતુ તેના અફેર ચર્ચામાં રહેતા આવ્યા છે. અફવાઓના બજારમાં તો એ વાત પણ ઉડી હતી કે પ્રિયંકાનું અફેર શાહરૂખ ખાન સાથે ચાલતું હતું. સમય જતા બંને દૂર થઈ ગયા અને એક સમય તો એવો પણ આવ્યો હતો કે પ્રિયંકાને શાહરૂખનું નામ સાંભળવું પણ નહતું ગમતું જેનો પુરાવો આ જૂનો વીડિયો છે.