Western Times News

Gujarati News

એચડીએફસી બેંક ગુજરાતમાં 25 નવી શાખાઓ શરૂ કરશે

અમદાવાદ(ગુજરાત) તા. 18 જૂન,2019: એચડીએફસી બેંક લિમિટેડે આજે જાહેરાત કરી છે કે ગુજરાતમાં 25 નવી શાખાઓ શરૂ કરશે તેથી તેની શાખાઓનુ નેટવર્ક 440થી વધુ થશે. બેંક આ શાખાઓ ડિસેમ્બર, 2019 સુધીમાં શરૂ કરી દેશે. આજે અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત  બેંકના બ્રાન્ચ બેંકીંગ હેડ-ગુજરાત શ્રી દેબાશિસ સેનાપતિએ કરી હતી.

એચડીએફસી બેંકે ગુજરાતમાં તેની મજલની શરૂઆત વર્ષ 1996માં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શાખા શરૂ કરીને કરી હતી. બેંકે ગુજરાતમાં તેના 20 લાખ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવા   તેની શાખાઓનુ નેટવર્ક ઝડપથી વિસ્તાર્યું છે. બેંકે રાજ્યમાં ડિજીટલ બેંકીંગ વ્યુહરચનાને સામૂહિકપણે વેગ આપીને તથા મલ્ટીપલ પ્લેટફોર્મસનો  ઉપયોગ કરી પણ સર્વિસિસ પૂરી પાડી રહી છે.

તા. 31 માર્ચ, 2019ની સ્થિતિએ  રાજયમાં બેંકનુ 415 શાખાઓ અને 1187 એટીએમનુ નેટવર્ક હતુ, જે ખાનગી બેંકોમાં સૌથી મોટુ છે. આ શાખાઓમાંથી 51 ટકાથી વધુ શાખાઓ અર્ધશહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે.

ત્યારબાદ,  તે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને  તથા ડિજીટલ ચેનલો મારફતે  બેંકીંગ સર્વિસિસ પૂરી પાડી રહી છે. એચડીએફસી બેંક તેના બ્રાન્ચ નેટવર્ક મારફતે  રાજ્યમાં વધુને વધુ લોકો સુધી પહોંચી રહી છે. ‘ગો ડીજીટલ’ ઝુંબેશ હેઠળ હાથ ધરવામાં આવેલા પ્રયાસો તેમાં પૂરક બની રહેશે.

એચડીએફસી બેંકે શ્રી દેબાશિસ સેનાપતિને  ગુજરાત પ્રદેશના હેડ તરીકે નિમણુક કરી છે. શ્રી દેબાશિસ ગુજરાતાં તેના મોટા રિટેઈલ ફ્રેન્ચાઈઝી માટે જવાબદાર રહેશે. “અમે રાજ્યના દરેક જીલ્લામાં વિશ્વ સ્તરની બેંકીંગ સર્વિસીસ પૂરી પાડવા માટે કટિબધ્ધ છીએ તેવુ જણાવતાં “શ્રી દેબાશિસે જણાવ્યું હતું કે “25થી વધુ શાખાઓ શરૂ કરવાની અમારી યોજના તેનો પૂરાવો છે. વધુમાં અમારી 51 ટકાથી વધુ શાખાઓ અર્ધશહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે. રાજ્યમાં એચડીએફસી બેંક લાખો લોકો માટે પસંદગીની બેંક બની રહે તેવો અમારો પ્રયાસ રહેશે. શાખાઓ, નેટબેંકીંગ, મોબાઈલ બેંકીંગ, વોલેટ ચેટબોટ  જેવી તમામ ચેનલો મારફતે સુપિરિયર સર્વિસ ઓફર કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવાનો અમારો પ્રયાસ રહેશે”

તા. 31 માર્ચ, 2019 એસએલબીસીના (SLBC) ડેટા મુજબ એચડીએફસી બેંક એ  ગુજરાતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.