એચ કે એકેડેમી ઓફ પ્રોફેશનલ સ્ટડી તેમજ વી કેર ગ્રુપ દ્વારા શોર્ટ ટર્મ કોર્સની જાહેરાત
અમદાવાદ, એચકે એકેડેમી ઓફ પ્રોફેશનલ સ્ટડી દ્વારા પ્લેસમેટની સુવિધાઓ સાથે ઉદ્યોગોમાંની નોકરી માટે તૈયાર ઉમેદવાર આપવાના લક્ષ્ય સાથે શોર્ટ ટર્મ કોર્સની જાહેરાત કરવામાં આવી છે. ઉદ્યોગો અને તેમની જરૂરિયાતો પર નક્કર સંશોધનના આધારે અને વિકેર ગ્રુપ ના સહયોગ સાથે,
આ વિવિધ ટૂંકાગાળાના અભ્યાસક્રમો વિકસાવ્યા છે જે નવી પ્રતિભાની શોધ કરતી કંપનીઓ માટે, નોકરી માટે તૈયાર ઉમેદવાર શોધવાનું સરળ બનાવશે.આ કોર્સની જાહેરાત દરમ્યાન શ્રી અંબરીશ શાહ (સેક્રેટરી – એચકે), શ્રી સુભાષ બ્રહ્મભટ્ટ (વાઇસ પ્રેસિડેન્ટ ટ્રસ્ટ – એચકે) અને શ્રી ધવલ શાહ (ફાઉન્ડર વી કેર ગ્રુપ) ઉપસ્થિતઃ રહ્યા હતા.
આ કોર્સ વિશે વધુમાં માહિતી પુરી પડતા શ્રી ધવલ શાહ (ફાઉન્ડર વી કેર ગ્રુપ) દ્વારા જણાવામાં આવ્યું હતું કે, ઉદ્યોગો અને તેમની જરૂરિયાતોના આધારે,ઉદ્યોગના નિષ્ણાતો સાથે સતત ચર્ચાઓ કર્યા પછી અમે એવા અભ્યાસક્રમો વિકસાવ્યા છે જે ઉમેદવારની ટેકનિકલ કૌશલ્યોને વધારે છે,
તેમની આંતર વ્યક્તિત્વ કુશળતાને વધુ સારી બનાવે છે અને તેઓ વાસ્તવમાં કામ કરવાનું શરૂ કરે તે પહેલાં તેમને નોકરી માટે તૈયાર થવામાં મદદ કરે છે. વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ માટે હાજર થાય તે પહેલાં તેમની જાેબ પ્રોફાઇલના મૂળભૂત કૌશલ્યો અને તકનીકી પાસાઓ શીખી શકે છે.