એચ-૧બી વિઝા કાર્યક્રમના ફેરફારને કોર્ટે ફગાવી દીધા
વોશિંગ્ટન, અમેરિકાની ચૂંટણીમાં કારમો પરાજય પામેલા રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને એક પછી એક કમ્મરતોડ ફટકા પડવા લાગ્યા છે. ટ્રમ્પ પ્રસાશન દ્વારા લાગુ કરવામાં આવેલા કાયદાને અમેરિકાની કોર્ટ એક એક કરીને ફગાવવા લાગી છે.
તાજેતરમાં અમેરિકી કોર્ટે ઓક્ટોબરમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા એચ-૧બી વિઝા કાર્યક્રમમાં કરાયેલા ફેરફારને અમેરિકાની કોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ ભારતીય કુશળ કારીગર એટલે કે પ્રોફેશનલ્સ હવે અમેરિકામાં પહેલાની જેમ જ કામ કરી શકશે.
કોરોના વયારસની મહામારી આવતા જ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝા કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવાનો ર્નિણય લીધો હતો. આ ર્નિણય પાછળ ટ્રમ્પ પ્રશાસનનું માનવું હતું કે, કોરોનાના કારણે અનેક અમેરિકનોની નોકરી ગઈ તો બહારથી આવનારા લોકોને રોકીને સ્થાનિક લોકોને નોકરીઓ આપી શકાય. આ હેતુથી વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરતી કંપનીઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતાં. નવા નિયમો એ હદે કડક હતા કે, લગભગ એક તૃતિયાંશ અરજીધારકોને એચ-૧બી વિઝા મળી શકે તેમ નહતા. પરંતુ અમેરિકામાં સત્તા પરિવર્તન થતાની સાથે જ ટ્રમ્પનો આ આદેશ પણ બદલાયો છે.
કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફરી વ્હાઈટે એચ-૧બી વિઝા પર ટ્રમ્પના આદેશને રદ કરતા કહ્યું હતું કે, સરકારે આ ર્નિણય લેતા સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયાનું પાલન કર્યું નથી. સરકાર દ્વારા કોરોના મહામારીના લીધે લોકોની ગયેલી નોકરીઓના કારણે ર્નિણય લેવાયો તે દલીલ સંપૂર્ણ રીતે ખોટી છે. જસ્ટિસ જેફરીએ પોતાના ચુકાદામાં એમ પણ ટાંક્યુ હતું કે, કોરોના એવી મહામારી છે જે કોઈના વશમાં નથી, પરંતુ આ મામલે વધુ સચેત થઈને કાર્યવાહી થઈ શકે તેમ હતી. અમેરિકાની સરકાર દર વર્ષે બહારથી આવનારા તમામ ક્ષત્રોમાં કામ કરતા પ્રોફેશનલ્સ માટે ૮૫ હજાર એચ-૧બી વિઝા બહાર પાડે છે.
જેમાં આઈટી પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધુ છે. અમેરિકામાં હાલ લગભગ ૬ લાખ એચ-૧બી વિઝા હોલ્ડર કામ કરી રહ્યા છે. જેમાંથી મટાભાગના ભારતના છે અને બીજા નંબરે ચીનના વર્કર છે. ટ્રમ્પ પ્રસાશનના ર્નિણયે લાખો ભારતીયોને ચિંતામાં મુકી દીધા હતાં.SSS