Western Times News

Gujarati News

એચ-૧બી વિઝા માટે સેલરી, સ્કિલને પ્રાધન્ય આપવા ર્નિણય

વોશિંગ્ટન, અમેરિકાએ ગુરુવારે એચ-૧બી વિઝા નિયમો માટેની પ્રક્રિયામાં બદલાવ કરવાની જાહેરાત કરી છે. નવી પ્રક્રિયા અંતર્ગત યુએસમાં કામકાજ માટેના પ્રચલિત એચ-૧બી વિઝા ફાળવણી માટે હાલની લોટરી સિસ્ટમને બદલીને પગાર તેમજ કુશળતા (સેલેરી અને સ્કિલ)ને પ્રાધાન્ય અપાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ વિઝા માટેના અંતિમ નિયમ ૮ જાન્યુઆરીના ફેડરલ રજિસ્ટરમાં પ્રકટ થશે. વિઝા પ્રક્રિયામાં ફેરફારનો ઉદ્દેશ અમેરિકામાં શ્રમિકોના આર્થિક હિતોની સુરક્ષા કરવાનો છે. સાથે જ અસ્થાયી રોજગાર કાર્યક્રમથી ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓ પણ લાભ થાય તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે.

એચ-૧બી વિઝા નોન-ઈમગ્રન્ટ વિઝા છે, જે અમેરિકાની કંપનીઓને વિદેશથી આવતા કર્મચારીઓને વિશેષ હોદ્દા પર નિમણૂક કરવા માટે મંજૂરી આપે છે. યુએસની આઈટી કંપનીઓ આ વિઝાના આધારે દર વર્ષે ભારત તેમજ ચીનથી હજારોની સંખ્યામાં કર્મચારીઓને રોજગારી પુરી પાડે છે.
યુએસ સિટિઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસે જણાવ્યા મુજબ, એચ-૧બી વિઝા પસંદગી પ્રક્રિયામાં સંશોધનથી નોકરીદાતાઓને ઉચ્ચ વેતન તેમજ ઉચ્ચ પદ માટે જાહેરાત આપવામાં પ્રોત્હાસન મળશે. સાથે જ કંપનીઓને જરૂરિયાત મુજબ કર્મચારીઓને રાખવા તેમજ કંપનીને વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધી કાયમ રાખવાનો માર્ગ મોકળો થશે.

ફેડરલ રજિસ્ટરમાં અંતિમ નિયમ પ્રકાશિત થયાના ૬૦ દિવસમાં તે અમલમાં આવશે. એચ-૧બી વિઝા કાર્યક્રમ માટે આગામી ૧લી એપ્રિલથી અરજી કરી શકાશે. યુએસસીઆઈએસના ડેપ્યુટી ડાયરેક્ટર ફોર પોલિસી જાેસેફ એડલોએ જણાવ્યું કે, એચ-૧બી વિઝા કાર્યક્રમનો નોકરીદાતાઓ દુરૂપયોગ કરી રહ્યા છે. તેમનો ખર્ચ ઘટાડવા અને પ્રાથમિક સ્તરના પદે નિમણૂ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.