એજન્ટો તો માત્ર પ્યાદું, સાઉથના માથાભારે તત્વો છે મોટા માથા
અમદાવાદ, પોલીસ દ્વારા કબૂતરબાજી કૌભાંડના પર્દાફાશ બાદ ગેરકાયદે રીતે લોકોને વિદેશ મોકલતા એજન્ટો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ગુજરાતના એજન્ટો સાઉથના માથાભારે તત્વો મારફતે મેક્સિકન માફિયાના સંપર્કમાં હોવાનું અને મેક્સિકન માફિયાના માધ્યમતી જ તેઓ મેક્સિકન બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસણખોરી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તો જાણે કબૂતરબાજીનો રાફડો ફાટ્યો હોય તેમ રોજરોજ કબૂતરબાજી કરતા એજન્ટો અને તેમનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા છે. અહેવાલ પ્રમાણે આ સંપૂર્ણ કૌભાંડમાં ગુજરાતમાં બેઠેલા એજન્ટો તો માત્ર એક પ્યાદું હોવાનું સામે આવી રહ્યું છે.
જ્યારે મોટા માથા તો સાઉથમાં બેઠેલા માથાભારે તત્વો છે. તેમની મારફતે ગુજરાતના એજન્ટો મુસાફરોને યુરોપ કે નાઈજીરિયા થઈને મેક્સિકો રવાના કરતા હોય છે. મેક્સિકો પહોંચી ગયા બાદ ખરો ખેલ શરૂ થાય છે.
મેક્સિકો પહોંચી ગયા બાદ મુસાફરોને સ્થાનિક વિસ્તારના માફિયા પોતાના કબજામાં લઈ લે છે અને તેમને નક્કી કરેલા રૂપિયા મળી જાય તો તેમને તરત જ તેમના વાહનમાં બેસાડીને અમેરિકન બોર્ડર સુધી લઈ જાય છે. જ્યાંથી તેઓ સલામત રીતે અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી તેમને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરાવી દેતા હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ અનુસાર અમેરિકન બોર્ડરમાંથી પકડાયેલા ગુજરાતી મુસફરોને રેફ્યુજી કેમ્પમાં રાખવામાં આવતા હોય છે. જ્યાં તેમને તમામ પ્રકારની સુવિધાઓ મળતી હોય થે અને તેમની પૂછપરછ શરૂ થાય ત્યારે જ પહેલાથી નક્કી કરેલા વકીલોની ટીમ રેફ્યુઝી કેમ્પ પર પહોંચી જતી હોય છે અને ગુજરાતી મુસાફરોની મુક્તિ માટેની કવાયત શરૂ કરે છે.
વકીલોની સાથે ચોક્કસ બીજી ટીમ પણ આ કામગીરી માટે સજ્જ હોય છે. જાે એજન્ટોની કડકાઈથી પૂછપરછ કરવામાં આવે તો ગેરકાયદે રીતે હજારો લોકોને અમેરિકામાં ઘૂસાડી દેવામાં આવ્યા હોવાનું સામે આવી શકે છે.SSS