એજીઆર મામલામાં ટેલીકોમ કંપનીઓને મોટી રાહત

નવીદિલ્હી, દુરસંચાર કંપનીઓને સમાયોજિત સકલ આવક (એજીઆર)થી સંબંધિત બાકી ચુકવવાના મામલામાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓને એજીઆર દેનદારી ચુકવવા માટે ૧૦ વર્ષનો સમય આપ્યો છે.એક રીતે જાેવામાં આવે તો આ નિર્ણયથી એયરટેલ વોડાફોનને મોટી રાહત મળી છે એ યાદ રહે કે ન્યાયમૂર્તિ મિશ્રા આવતીકાલે ૨ સપ્ટેમ્બરે જ નિવૃત થઇ રહ્યા ંછે અને તેમને આ મામલામાં નિર્ણય આપવાનો હતો.
આ પહેલા એયરટેલે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરી ૨૦ વર્ષનો સમય માંગ્યો હતો એયરટેલે સરકારને ૧૩,૦૦૪ કરોડ રૂપિયાની રકમ ચુકવવાની છે ડેટાની પાસે ભારતી એરટેલની ૧૦,૮૦૦ કરોડ રૂપિયાની બેંક ગેરંટી મોજુદ છે.કંપનીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ તમામ આદેશોનું પાલન કરશે. એ યાદ રહે કે સુપ્રીમ કોર્ટે ૨૪ ઓકટોબરે આદેશ આપ્યો હતો કે ટેલીકોમ કંપનીઓ ૨૩ જાન્યુઆરી સુધી બાકીની રકમ જમા કરાવે કંપનીઓએ નિર્ણય પર ફરીથી વિચાર કરવાની અપીલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેને રદ કરી દીધી હતી ત્યારબાદ ભારતી એરટેલ વોડાફોન આઇડિયા અને ટાટા ટેલીએ વળતર માટે વધુ સમય માંગતચા નવા શેડયુલ નક્કી કરવાની અપીલ કરી હતી જેને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી.HS