એટલાસ સાયકલ કંપનીના માલિકની પત્નીનો આપઘાત
પંખાએ લટકેલો મૃતદેહ મળ્યોઃકારણ હજુ જાણવા મળ્યુ નથી.
(એજન્સી) નવીદિલ્હી, દેશની જાણીતી સાયકલ કંપની એટલાસના માલિકો પૈકી એક સંજય કપુરની પત્ની નતાશા કપુર (પ૭) નું સંદિગ્ધ હાલતમાં મોત થયુ છે. દિલ્હી પોલીસ પ્રાંરભિક તપાસમાં આપઘાતનો કેસ ગણાવી રહી છે. પરંતુ રૂમનો દરવાજા ખુલ્લો હોવાના કારણે પોલીસ આ મામલાને શંકાસ્પદ માનીને વિવિધ દ્રષ્ટીકોણથી તપાસ કરી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઔરંગઝેબ લેન Âસ્થત કોઠીમાં નતાશા કપરુનો મૃતદેહ પંખે લટકતી હાલતમાં મળી આવ્યો છે. પોલીસના કહ્યા અનુસાર નતાશા કપુરે પોતાની સ્યુસાઈડ નોટમાં લખ્યુ છે કે એ પોતાની જીંદગીથી ખુશ નહોતી. અધિકારીઓનું માનવું છે કે આર્થિક તંગી પણ આપઘાતનું કારણ હોઈ શકે છે.
બુધવારે નતાશા કપુરનું પોસ્ટમોર્ટમ આરએમએલ હોસ્પીટલમાં કરવામાં આવ્યુ. અને બાદમાં પરિવારજનોએ આંતિમ સંસ્કાર કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર નતાશા કપુરે મંગળવારે બપોરે લંચ લીધું નહોતુ. એટલી પરિવારના સભ્યો તેમને શોધવા માંડ્યા. સંજય કપુરના પુત્ર સિધ્ધાંત કપુરે ફોન કર્યો તો નતાશા કપુરે ફોન રીસીવ કર્યો નહી. ત્યારબાદ નતાશા કપુરનો મૃતદેહ એક રૂમમાં પંખે લટકેલો મળ્યો હતો.