Western Times News

Gujarati News

એટીએમથી હવે ૧૦ હજાર ઉપાડવા ઉપર ઓટીપી રહેશે

પ્રતિકાત્મક

નવી દિલ્હી: આઇબીઆઇના નિર્દેશ બાદ હવે એટીએમ ફ્રોડને રોકવા માટે બેંકો દ્વારા અન્ય પગલા પણ લેવામાં આવી રહ્યા છે. કેનેરા બેંકે આની શરૂઆત કરી દીધી છે. કેનેરા બેંકે હવે કાર્ડની સાથે ૧૦ હજાર રૂપિયાથી વધારેની ઉપાડ માટે પિન નંબરની સાથે સાથે વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી)ને જરૂરિ કરવાનો નિર્ણય કર્યો છે.

અન્ય બેંકો પણ આ દિશામાં હવે આગળ વધી શકે છે. કેનેરા બેંકના આ નિર્ણયનો અર્થ એ થયો કે જા કેનેરા બેંકના ગ્રાહકો એટીએમમાંથી ૧૦૦૦૦ હજાર રૂપિયા ઉપાડી લેશે તો તેને એ વખતે એટીએમ પિન નંબરની સાથે સાથે ઓટીપી પણ ભરવાના રહેશે. સુત્રોના કહેવા મુજબ કેનેરા બેંકની જેમ અન્ય બેંકો પણ આ દિશામાં આગળ વધી શકે છે.

અન્ય બેંકો પણ આને ફરજિયાત કરી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે આરબીઆઇના આદેશને તમામ બેંકોને પાળવાના રહેશે. એટીએમ ફ્રોડને રોકવા માટેના કઠોર આદેશ જારી કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૮-૧૯ના ગાળા દરમિયાન દિલ્હીમાં ૧૭૯ એટીએમ ફ્રોડની ઘટના બની હતી. આ મામલે દિલ્હી, મહારાષ્ટ્રથી કેટલાક અંંતરે સ્થિત છે. વર્ષ ૨૦૧૮-૧૯માં દેશમાં ફ્રોડના મામલા ૯૮૦ સુધી પહોંચી ગયા હતા. તે પહેલા મામલાની સંખ્યા ૯૧૧ રહી હતી.

જાણકાર નિષ્ણાંતો હવે કેટલાક સુરક્ષા પાસા પર પણ ચર્ચા કરી રહ્યા છે. જેમાં પૈસા ઉપાડી લેવાના મામલે એકાઉન્ડ હોલ્ડરને એલર્ટ કરવાની બાબત સામેલ છે. ઓટીપી મોકલવાની બાબત આમાં સામેલ રહેલી છે. એટીએમની સંખ્યાને ઘટાડી દેવાના મામલે પણ ચર્ચા થઇ છે.એટીએમથી થનાર મોટા ભાગની છેતરપિડી રાતના સમય એટલે કે અડધી રાતથી લઇને વહેલી સવાર સુધી થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.