Western Times News

Gujarati News

એટીએમમાં હવે ૨૦૦૦ની નોટ બેંકો નાંખી જ રહી નથી

નવી દિલ્હી, દેશમાં બેંકોના એટીએમમાંથી હવે ૫૦૦ રૂપિયાની નોટ વધારે પ્રમાણમાં નિકળી રહી છે. એમ માનવામાં આવે છે કે ધીમે ધીમે ૨૦૦૦ રૂપિયાની નોટને હટાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકે ગયા વર્ષે સુચના અધિકાર (આરટીઆઇ) હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં કહ્યુ હતુ કે કેન્દ્રિય બેંકે ૨૦૦૦ રૂપિયાની નોટ છાપવા માટેની પ્રક્રિયા બંધ રાખી છે. સુત્રોએ કહ્યુ છે કે નાણાં મંત્રાલય તરફથી આ સંબંધમાં કોઇ આદેશ જારી કરવામાં આવ્યા નથી. બેંકો દ્વારા પોતાની રીતે નાની નોટ બેંકોના એટીએમમાં મુકવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગ્રાહકોને વધારે પ્રમાણમાં સુવિધા મળે તે માટે એટીએમમાં નાની નોટ નાંખવામાં આવી રહી છે.

કેટલીક બેંકોએ તો પોતાના એટીએમને નાની નોટ મુજબ વ્યવસ્થિત કરી દીધી છે. કેટલીક અન્ય બેંકો પણ આ દિશામાં આગળ વધી રહી છે. સરકારી ક્ષેત્રની ઇન્ડિયન બેંક ઇન્ડિયન બેંકે કહ્યુ છે કે તે પોતાના એટીએમમાં ૨૦૦૦ની નોટ નાંખવાની પ્રક્રિયા બંધ કરી દીધી છે. સુત્રોએ કહ્યુ હતુ કે ૨૦૦૦ની નોટ ખુલ્લી કરાવવામાં તકલીફ પડી રહી છે. આવી સ્થિતિમાં બેંકોએ એટીએમમાં ૨૦૦૦ રૂપિયાની નોટ નાંખવાની પ્રક્રિયા બંધ કરી દીધી છે. રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૬-૧૭ના ગાળા દરમિયાન ૨૦૦૦ રૂપિયાની ૩૫૪.૨૯ કરોડ નોટ પ્રકાશિત કરી છે.

અલબત્ત વર્ષ ૨૦૧૭-૧૮માં આ સંખ્યા ઘટીને ૧૧.૧૫ કરોડ થઇ ગઇ હતી. જે વર્ષ ૨૦૧૮-૧૯માં ૪.૬૬ કરોડ પર આવી ગઇ છે. આનાથી સંકેત મળે છે કે મોટી કિંમતની ૨૦૦૦ રૂપિયાની કિંમતની નોટ કાયદાકીય રીતે માન્ય છે. જા કે તેને ધીમે ધીમે દુર કરવામાં આવે છે. હવે વધારે નોટ નિકળી રહી છે. હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટા ભાગની બેંકો હવે એટીએમમાં ૨૦૦૦ રૂપિયાની નોટ મુકી રહી નથી. ૨૦૦૦ રૂપિયાની નોટને લઇને જારદાર રીતે સમસ્યા રહેલી છે. ૨૦૦૦ રૂપિયાની નોટને લઇને છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. જા કે આ સંબંધમાં સરકાર તરફથી વારંવાર કહેવામાં આવ્યુ છે કે ૨૦૦૦ની નોટને લઇને કોઇ દુવિધા રાખવાની જરૂર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.