Western Times News

Gujarati News

એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને પણ રાજ્ય સરકારની રિબેટ યોજનાનો લાભ મળશે

File

( દેવેન્દ્ર શાહ) અમદાવાદ,  મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે તેમજ નાગરિકોની ડિમાન્ડ મુજબ તેમના ઘરે જઈને પણ રોપા લગાવી આપવામાં આવશે. રાજ્ય સરકારની જાહેરાત મુજબ તમામ કરદાતાઓને રિબેટ આપવામાં આવશે.  મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ શહેરના 350 કરતા વધુ વિસ્તારમાં 65 હજાર જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે

મ્યુનિસિપલ કોર્પોરેશને 5 લાખ રોપા વિતરણનો લક્ષ્યાંક રાખ્યો છે. મ્યુનિસિપલ નર્સરીમાં ગળો, અરડૂસી, અશ્વગંધા જેવા આયુર્વેદ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. તેનું પણ વિતરણ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે. મિલ્કત વેરાની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરી હતી.

જેનો 1જૂનથી અમલ શરૂ થઈ ગયો છે. સદર યોજના અંતર્ગત 1 લાખ 81 હજાર કરદાતાઓએ ટેક્ષ જમા કરાવ્યો છે. તેમજ મનપાને 25 જૂન સુધી રૂપિયા 129.40 કરોડની આવક થઈ છે. મધ્યઝોનમાં રૂ.16.26 કરોડ, ઉતરઝોનમાં રૂ.6.76 કરોડ, દક્ષિણઝોનમાં રૂ. 8.42 કરોડ, પૂર્વઝોનમાં રૂ.9.48 કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂ.44.62 કરોડ, ઉતરપશ્ચિમઝોનમાં રૂ.25.49 કરોડ અને દક્ષિણપશ્ચિમઝોનમાં રૂ.18.28 કરોડની આવક એડવાન્સ મિલ્કતવેરા પેટે થઈ છે.

સદર યોજનામાં મિલકતવેરો ભરપાઈ કરનારને 10 ટકા રિબેટ આપવામાં આવે છે.લોકડાઉન અને કોરોનાના કારણે  એડવાન્સ ટેક્ષ યોજનામા નિર્ધારિત આવક થઈ નથી. રાજ્ય સરકારે મિલ્કત વેરા પર 20 ટકા વળતરની જાહેરાત કરી છે. પરિપત્ર થયા બાદ તેનો લાભ પણ નાગરિકોને આપવામાં આવશે.જે કરદાતાએ એડવાન્સ ટેક્ષ ભર્યો હશે તેમને આગામી નાણાકીય વર્ષમાં રિબેટ આપવામાં આવશે. ભારે પવન અને વરસાદના કારણે 346 વૃક્ષો પડી ગયા છે. જેની ફરિયાદના નિકાલ કરવામાં આવ્યા છે. આ વરસે પણ વધુ વૃક્ષો લગાવવામાં આવશે. 29 જૂનથી નાગરિકોની માંગણી મુજબ તેમના ઘરે જઈને રોપા લગાવી આપવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.