એડીબી સાથે 1.5 અબજ ડૉલર લોનના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
ભારત સરકારે આજે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી $ 1.5 અબજની લોન માટે હસ્તાક્ષર કર્યા છે જે નોવલ કોરોના વાયરસ બીમારી (કોવિડ-19) મહામારી સામે ભારત સરકારની પ્રતિક્રિયામાં મદદરૂપ થશે. ખાસ કરીને બીમારીના નિયંત્રણ અને નિરાકરણ, સમાજમાં મહિલાઓ અને વંચિત સમૂહો સહિત ગરીબ અને આર્થિક રીતે મુશ્કેલમાં મુકાયેલા વર્ગોની સામાજિક સુરક્ષા જેવી તાકીદની પ્રાથમિકતાઓ પર આ લોનમાં વિશેષરૂપે ધ્યાનમાં રાખવામાં આવી છે.
ADBના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે મહામારીના કારણે દેશમાં ઉભી થયેલી આરોગ્ય અને સોશિયો-ઇકોનોમિકની પ્રતિકૂળ સ્થિતિનો સામનો કરવા અને તેને ઘટાડવા માટે બજેટમાં સહાય કરવા આ લોનને મંજૂરી આપી હતી.