Western Times News

Gujarati News

એથનિક અને ઇન્ડો-વેસ્ટર્ન ગાર્મેન્ટ બ્રાન્ડ “ટીકાસાહેબ” ગુજરાતમાં ફ્રેન્ચાઇઝી નેટવર્ક સ્ટોર્સ શરૂ કરશે

એથનિક અને ઇન્ડો-વેસ્ટર્ન ગાર્મેન્ટ બ્રાન્ડ ટીકાસાહેબની ભવ્ય રજૂઆત

18થી60 વર્ષની મહિલાઓ માટે બ્રાન્ડ હેઠળ એથનિક અને ઇન્ડો-વેસ્ટર્ન ગાર્મેન્ટ ઓફર કરાશે, જે હાલના સમયમાં બજારમાં ઉપલબ્ધ મોંઘી બ્રાન્ડ્સની સામે સમાન ક્વોલિટી ધરાવતી પ્રોડક્ટ્સ ખૂબજ વાજબી કિંમતમાં ઓફર કરશે.

અમદાવાદ, ફેશન ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારોના ઉત્કર્ષ તથા તેમની પ્રોડક્ટ્સ અને કલા-કારીગરીને દેશ-વિદેશના ગ્રાહકો સુધી પહોંચાડવા મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે આજે આયોજિત એક કાર્યક્રમમાં ટીકાસાહેબ બ્રાન્ડની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી.

ગાર્મેન્ટ ઉદ્યોગના કલાકારો અને ફેબ્રિક પેઇન્ટિંગ ક્ષેત્રે કાર્યરત લોકોની આજીવિકા માટે વિવિધ નવીનતમ પહેલ કરનાર મિનલ દેવીના નિધન બાદ તેમના વારસા અને મીશનને આગળ ધપાવવા આજે નવી લોંચ કરાયેલી બ્રાન્ડ ટીકાસાહેબ કટીબદ્ધ છે.

આજની આધુનિક મહિલાઓની ફેશનની વિવિધ પ્રકારની જરૂરિયાતો સાથે પ્રોડક્ટ્સના વાજબીપણા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં ટીકાસાહેબ બ્રાન્ડ હેઠળ ફેશન ગાર્મેન્ટની વિશાળ શ્રેણી ઓફર કરવામાં આવશે.

મુખ્યત્વે 18થી60 વર્ષની મહિલાઓ માટે બ્રાન્ડ હેઠળ એથનિક અને ઇન્ડો-વેસ્ટર્ન ગાર્મેન્ટ ઓફર કરાશે, જે હાલના સમયમાં બજારમાં ઉપલબ્ધ મોંઘી બ્રાન્ડ્સની સામે સમાન ક્વોલિટી ધરાવતી પ્રોડક્ટ્સ ખૂબજ વાજબી કિંમતમાં ઓફર કરશે.

આ પ્રસંગે ટીકાસાહેબ બ્રાન્ડના માલીક ઉર્વી જાડેજા અને પ્રયશી શાહે જણાવ્યું હતું કે, આજનો દિવસ અમારા માટે ખૂબજ વિશેષ છે કારણકે અમે ટીકાસાહેબ બ્રાન્ડ હેઠળ મહિલા ગ્રાહકોને ફેશન ગાર્મેન્ટની વિશાળ શ્રેણી ઓફર કરી રહ્યાં છીએ. મિનલ દેવીના નિધન બાદ અમે તેમના વારસા અને મીશનને આગળ ધપાવવા માટે કટીબદ્ધ છીએ.

અમદાવાદમાં સ્ટોર લોંચની સાથે-સાથે અમે આગામી બે વર્ષના સમયગાળામાં ગુજરાતના બીજા શહેરોમાં પોતાની માલીકીના તથા ફ્રેન્ચાઇઝી નેટવર્ક સાથે 10-15 સ્ટોર્સ શરૂ કરવાની યોજના ધરાવીએ છીએ.

આ ઉપરાંત સમગ્ર દેશમાં ગ્રાહકોના વિશાળ આધાર સુધી પહોંચવા અમે અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર પણ અમારી પ્રોડક્ટ્સની લિસ્ટિંગ કરાવીશું. મને વિશ્વાસ છે કે અમારી પ્રોડક્ટ્સની ગુણવત્તાની સાથે-સાથે તેની વાજબી કિંમત મહિલાઓને ચોક્કસપણે આકર્ષશે.

આ કાર્યક્રમમાં એક ખાસ ફેશન શો અને એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રાન્ડની નવીન ડિઝાઇન, કારીગરી તથા વૈવિધ્યસભર પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.