એનઆઇડીમાં કોરોનાના વધુ ૧૩ કેસ નોંધાતા હાહાકાર
અમદાવાદ, કોરોના મહામારીની ચોથી લહેરની આશંકા વચ્ચે રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં ઉતાર ચઢાવ જાેવા મળી રહ્યો છે. એવામાં છેલ્લા પાંચ દિવસથી અમદાવાદના એનઆઇડી કેમ્સમાં કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. જેના કારણે એનઆઇડીમાં હાલ તમામ ઓફલાઈન વર્ગો સ્થગિત કરીને ઓનલાઇન કરી દેવાયા છે. એનઆઇડીમાં વધુ ૧૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
એનઆઇડી દ્વારા જણાવવામાં આવેલા આંકડા અનુસાર કેમ્પસમાં વધુ ૧૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ૧૩ કેસમાંથી ૧૧ વિદ્યાર્થી અને ૨ સપોર્ટિંગ સ્ટાફના કર્મચારીઓનો સામેલ છે. આ તમામ ૧૩ કોરોના પોઝિટિવ દર્દીઓમાં સામાન્ય યા તો કોઈ જ લક્ષણો ના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જાે કે, હાલની સ્થિતિમાં એનઆઇડીમાં કુલ ૩૭ કોરોનાના એક્ટિવ કેસ છે.
જેમાંથી ૩૫ વિદ્યાર્થીઓ ક્વોરન્ટીનમાં છે. જ્યારે ૨ સપોર્ટિંગ સ્ટાફના કર્મચારી છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૩ નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૧૨ દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. જાે કે, નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં ૨૪, વડોદરામાં ૮ અને જામનગરમાં ૧ કેસ સામે આવતા કુલ ૩૩ કેસ નોંધાયા છે.HS