Western Times News

Gujarati News

એનઆરઆઈ ભારત આવીને તરત જ આધારકાર્ડ મેળવી શકશે

નવીદિલ્હી, ભારતમાં આવ્યા બાદ આધારકાર્ડ મેળવવા માટે બિન નિવાસી ભારતીયોને ૧૮૨ દિવસની રાહ જોવી પડતી હતી, પરંતુ આ નિયમમાં સરકારે મોટો ફેરફાર કર્યો છે. હવે ભારતીય પાસપોર્ટ રજૂ કરીને એનઆરઆઈ ભારત આવીને તરત જ આધારકાર્ડ માટે અરજી કરી શકશે. આ માટે સોમવારે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીના જણાવ્યા પ્રમાણે, ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈૈંઓ તેમના આગમનની સાથે જ બાયોમેટ્રિક આઈ.ડી એટલે કે, આધારકાર્ડ માટે અરજી કરી શકશે.

એનઆરઆઈએ પહેલા આ માટે જો અરજી કરવી હોય તો ૧૮૨ દિવસની ફરજીયાતપણે રાહ જોવી પડતી હતી. આ માટે જાહેર કરેલા પરિપત્રમાં ઉલ્લેખ છે કે, જો એનઆરઆઈના પાસપોર્ટમાં ભારતીય સરનામું ન હોય તો યુઆઈડીએઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ સરકારી દસ્તાવેજ અથવા ફોટો આઈડી રજૂ કરવું પડશે. તો જ તેમની અરજીનો સ્વિકાર થશે. તેમજ પાસપોર્ટ, રહેઠાણનો પુરાવો અથવા જન્મના દસ્તાવેજ આધારકાર્ડ બનાવવા માટે યોગ્ય ગણાશે.

નોંધનીય છે કે, ૫ જુલાઈના રોજ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષાણમાં આ નિયમ લાગુ કરવાનો સંકેત આપ્યો હતો. ભારતના પાસપોર્ટ સાથે બિન નિવાસી ભારતીયોને ભારત આવ્યા બાદ આધારકાર્ડ બનાવવા માટે રાહ ન જોવી પડે તે અંગે વિચારણા કરવાનો પ્રસ્તાવ તેમણે મુક્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.