NRRSએ વ્યક્તિગત અને ઘરેલુ સ્વચ્છતા માટે પ્રોડક્ટ્સની આયુર્વેદિક હીલિંગ ટચ શ્રેણી રજૂ કરી
વિશ્વની સૌથી મોટી અગરબત્તી ઉત્પાદક અને સાઇકલ પ્યોર અગરબત્તીના નિર્માતા એન. રંગા રાવ એન્ડ સન્સ (એનઆરઆરએસ)એ “હીલિંગ ટચ” બ્રાન્ડ હેઠળ આયુષ પ્રમાણિત વ્યક્તિગત અને ઘરેલુ સ્વચ્છતા માટેની પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. આ શ્રેણી આયુર્વેદિક ફોર્મ્યુલા આધારિત હેન્ડ સેનિટાઇઝર, વેજીટેબલ એન્ડ ફ્રુટ વોશ, મલ્ટી-સરફેસ ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે પ્રદાન કરે છે. આ પ્રોડક્ટ્સને આયુષ મંત્રાલય તરફથી મંજૂરી મળી છે અને તેને કીટાણુઓ તથા જીવાણુઓથી સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે તેને તૈયાર કરવામાં આવી છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
સ્વસ્થ રહેવાની આદતોને પ્રોત્સાહિત કરવા તથા ગ્રાહકો માટે ઘર અને સાર્વજનિક સ્થળો સુરક્ષિત બનાવવાના માટે આ સ્વદેશી બ્રાન્ડે આયુર્વેદિક ફોર્મ્યુલેશનનો ઉપયોગ કર્યો છે. કંપનીના સુગંધિત પ્રોડક્ટ્સના વ્યવસાયથી આગળ વધીને હવે ગ્રાહકોની દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરતા ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવી છે.
આ લોન્ચ અંગે વાત કરતાં રિપ્પલ ફ્રેગરન્સના મેનેજિંગ ડાયરેક્ટર કિરણ રંગાએ જણાવ્યું હતું કે, અમારું માનવું છે કે સફાઇ અને શારીરિક સ્વચ્છતા સ્વસ્થ જીવન માટે આવશ્યક છે. જેમ-જેમ આપણા શહેરોની વસતી વધી રહી છે તેમ-તેમ આપણે વ્યક્તિગત અને સાર્વજનિક સ્વચ્છતા સુનિશ્ચિત કરતી આદતો અપનાવવી પડશે. હીલિંચ ટચ દ્વારા અમારો ઉદ્દેશ્ય આપણી વ્યક્તિગત જગ્યાઓને કીટાણુઓ અને જંતુઓથી મુક્ત રાખવા એક ઝડપી અને અનુકૂળ રીત પ્રદાન કરવાનો છે તેમજ સ્વચ્છતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
હીલિંગ ટચ હેન્ડ સેનિટાઇઝર
વિટામીન સીથી સમૃદ્ધિ લેમન આધારિત હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન ગ્રાહકોની દૈનિક સ્વચ્છતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું છે. આયુષ પ્રમાણિત હીલિંગ ટચ હેન્ડ સેનિટાઇઝરમાં એન્ટીસેપ્ટિક એજન્ટની સાથે 70 ટકા આલ્કોહોલ પણ હોય છે. પ્રોડક્ટની ગુણવત્તા અને પહોંચ સુનિશ્ચિત કરતા એફએસએસએઆઇ અને આયુષના દિશાનિર્દેશો અનુસાર આ સેનિટાઇઝર તૈયાર કરવામાં આવ્યું છે. આ બજારમાં બે સ્વરૂપે – જેલ અને તરલ તથા બે આકાર – જેલ ફોર્મ્યુલા માટે 100 મીલી અને તરલ સેનિટાઇઝર માટે 250 મીલીમાં ઉપલબ્ધ છે.
હીલિંગ ટચ વેજીટેબલ એન્ડ ફ્રુટ વોશ
લેમન, હળદર, નિંબુકમલમ અને નારિયેળના અર્કના ગુણોથી ભરપૂર હીલિંગ ટચ વેજીટેબલ એન્ડ ફ્રુટ વોશ 100 ટકા વેજીટેરિયન અને વીગન લિક્વિડ કોન્સન્ટ્રેટ છે. આ પ્રોડક્ટ આલ્કોહોલ અને રસાયણોથી મુક્ત છે અને કોઇપણ પ્રકારના સિન્થેટિક તત્વો વિના 100 ટકા ખાદ્ય-ગ્રેડ સામગ્રીથી તૈયાર કરું છે. તે દૈનિક વપરાશ માટે એકદમ સુરક્ષિત છે. આ પ્રોડક્ટ 500 મીલી બોટલમાં ઉપલબ્ધ છે.
હીલિંચ ટચ મલ્ટી-સરફેસ ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે
મલ્ટી-સર્ફેસ કીટાણુનાશક સ્પ્રે કોઇપણ પ્રકારના નિશાન વિના સરફેસને સાફ કરવામાં અને ચમકાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે તેમજ કે 99.9 ટકા કીટાણુઓ અને સુક્ષ્મજીવાણુઓનો સફાયો કરે છે. સ્પ્રેમાં લેમન એસેન્શિયલ ઓઇલ હોય છે, જે પ્રાકૃતિક કીટાણુનાશક તરીકે કામ કરે છે અને સ્ફુર્તિદાયક સુંગધ આપે છે. તેને સરળતાથી નરમ, કઠોર અને ચીકણી સરફેસ તેમજ બસ, ટ્રેન અને વિમાનમાં યાત્રા કરવા દરમિયાન ઉપયોગમાં લઇ શકાય છે. કીટાણુનાશક સ્પ્રેમાં એથિલ આલ્કોહોલની માત્રા 70 ટકા ડબલ્યુ/ડબલ્યુ ઇક્યુથી 86.42 ટકા વી/વી સુધી હોય છે. આ સ્પ્રે 250 મીલી સ્પ્રે પેકમાં ઉપલબ્ધ છે.
સુવિધા અને સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલી હીલિંગ ટચ શ્રેણી ખરીદી માટે રિટેઇલ સ્ટોર્સ, હાઇપરમાર્કેટ, સુપરમાર્કેટ અને www.cycle.in વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.