એનઆરસીને પશ્ચિમ બંગાળમાં કયારેય પણ લાગુ કરીશ નહીંઃ મમતા
નવીદિલ્હી, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચુંટણીને જાેતા રાજકીય ગરમાવો વધી ગયો છે ચુંટણીથી બરોબર પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર એટલે કે એનઆરસીનો રાગ છેડયો છે અલિપુરદ્રારમાં આયોજીત એક રેલીને સંબોધિત કરતા મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે કયારેય પણ એનઆરસીને લાગુ થવા દેશે નહીં.
મમતા બનર્જીએ કહ્યુ કે ભાજપ એનસીઆરના નામ પર લોકોની વચ્ચે ભય પેદા કરવા ઇચ્છે છે હું પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગુ કરવાની મંજુરી કયારેય આપીશ નહીં એનઆરસી ઉપરાંત સીએએને લઇને પણ રાજકીય નિવેદનબાજી થઇ રહી છે.
બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે સીએએ લાગુ કરવા માટે રાજયની કોઇ આવશ્યકતા નથી કેન્દ્ર સરકાર સક્ષમ છે જાે રાજય સહયોગ આપશે તો પણ લાગુ થશે અને નહીં આપે તો પણ લાગુ કરીશું.
એનઆરસીનો સુધારીત સીએએનો મુદ્દો પણ બંગાળ ચુંટણીમાં ગુંજશે તેવી સંભાવના છે કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતુ ંકે સીએએ હેઠળ નિયમોને તૈયાર કરવામાં આવી રહ્યાં છે સીએએ હેઠળ પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનના લધુમતિ સમુદાયો હિન્દુ શિખ જૈન બૌધ્ધ પારસી અને ઇસાઇ સમુદાયના પરેશાન લોકોને ભારતની નાગરિકતા આપવાની જાેગવાઇ છે.
આ પહેલા કેન્દ્રીય મંત્રીએ બંગાળ પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે સુધારેલ સીએએ કાનુનના ફકત નિયમ બનાવવાની બાકી છે કોરોના વાયરસ બની ગયા બાદ સરકાર આગળ વિચાર કરશે.