Western Times News

Gujarati News

એનજીટીએ ફટાકડા ફોંડવા ઉપર રોકની મુદ્‌ત વધારી

નવીદિલ્હી, કોરોના મહામારી અને ખરાબ હવાને કારણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફટાકડાને લઇ કડકાઇ બતાવી છે એનજીટીએ આદેશ જારી કરીને કહ્યું છે કે દિલ્હી એનસીઆર અને તે તમામ શહેરો નગરોમાં ફટાકડાના વેચાણ અને તેના ઉપયોગ પર રોક વધારવામાં આવી છે.જયાં વાયુ ગુણવત્તા ખરાબ છે.

એનજીટીએ ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન માત્ર અડધા કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજુરી આપી છે આદેશ અનુસાર રાતે ૧૧.૫૫ કલાકથી ૧૨.૩૦ કલાક સુધી ફટાકડા ફોંડી શકાશે જયારે ત્યાં વાયુ ગુણવત્તા સામાન્ય હોય કે સારી છે ત્યાં હરિત ફટાકડા ફોંડવાની મંજુરી જ મળી છે. આ ઉપરાંત એનજીટીએ કહ્યું કે જીલ્લાધિકારી એ સુનિશ્ચિત કરશે કે ફટાકડાનું વેચાણ થાય નહીં અને તેનો ભંગ કરનાર પાસે દંડ વસુલવામાં આવે આ ઉપરાંત એનજીટીએ કહ્યું કે પ્રદુષણનો શિકાર કોઇ પણ વ્યક્તિ સમાધાનના અન્ય ઉપાય ઉપરાંત વળતર માટે જીલાધિકારીથી સંપર્ક કરી શકે છે.

એ યાદ રહે કે દિલ્હી સરકારે પહેલા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવી ચુકી છે હવે એનજીટીએ વાયુ પ્રદુષણના સ્તરને જાેતા ફટાકડા પર પ્રતિબંધની મુદ્‌ત વધારી દીધી છે. નવા આદેશ અનુસાર ક્રિસમસ અને નવા વર્ષ પ્રસંગે ફટાકડા ફોડવા માટે માત્ર ૩૫ મિનિટની છુટ આપવામાં આવી છે.એ યાદ રહે કે દિલ્હીમાં વાયુ પ્રદુષણ ખુબ જ ખરાબ સ્તર પર પહોંચી ગયું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.