એનર્જી રેટિંગના નિયમોમાં ફેરફારથી એસીના ભાવ ૭થી ૧૦ ટકા વધશે
નવી દિલ્હી, મોંઘવારીનો વધુ એક માર સહન કરવા તૈયાર રહેજાે. આગામી જુલાઇથી એર કન્ડિશનર (એસી) લગભગ સાતથી ૧૦ ટકા સુધી મોંઘા થઇ શકે છે જેનું કારણ છે એનર્જી રેટિંગના નિયમોમાં ફેરફાર છે.
એસી માટેના એનર્જી રેટિંગના નિમયોમાં આગામી મહિને ફેરફાર થશે, જે હેઠળ સ્ટાર રેટિંગને એક લેવલ સુધી કડક બનાવવામાં આવ્યુ છે. જેના પગલે હાલના પ્રોડક્ટોનું સ્ટાર રેટિંગ એક લેવલ ઘટી જશે.
એટલે કે ચાલુ ઉનાળાની સીઝનમાં ખરીદેલા ફાઇલ સ્ટાર રેટિંગ ધરાવતું એસી આગામી મહિનાથી ફોર-સ્ટાર વાળું થઇ જશે. એટલે કે આગામી મહિનાથી જે નવા એસી બનશે, તે હાલના એસીની તુલનાએ વધારે એડવાન્સ અને ઉર્જાનો ઓછો વપરાશ કરનાર હશે. આ નવી ટેકનોલોજીના લીધે એસીની કિંમત ૭થી ૧૦ ટકા સુધી વધી જશે.
નવા સ્ટાર રેટિંગ લાગુ થવાથી કંપનીઓ પાસે જે જૂનો સ્ટોક છે, તેનો નિકાલ કરવા કંપનીઓ શક્ય તમામ પ્રયત્નો કરશે અને તે માટે બમ્પર ડિસ્કાઉન્ટ કે ઓફર આપી શકે છે.નવા એનર્જી-રેટિંગના નિયમો એર કન્ડિશનરની ઉર્જા કાર્યક્ષમતામાં લગભગ ૨૦% જેટલો સુધારો કરશે, જે તે પાવર-ગઝલિંગ પ્રોડક્ટ હોવાને કારણે જરૂરી છે. જૂના સ્ટોકનો નિકાલ કરવા માટે છ મહિનાની મુદ્દત છે, પરંતુ તમામ નવા મેન્યુફેક્ચરિંગ નવા એનર્જી લેબલ મુજબ હોવું જાેઈએ.
એસી માટેના એનર્જી રેટિંગના ધોરણો મૂળ રૂપે જાન્યુઆરી ૨૦૨૨માં બદલવાના હતા, પરંતુ ઉત્પાદકોએ છ મહિના મોડો અમલ કરવા વિનંતી કરી હતી જેથી કરીને તેઓ કોરોના મહામારી- લોકડાઉનને કારણે અટવાયેલી છેલ્લા બે વર્ષની ઇન્વેન્ટરીનો નિકાસ કરી શકે. હવે એસબી માટેના સ્ટાર રેટિંગના ધોરણોમાં આગામી ફેરફાર વર્ષ ૨૦૨૫માં થશો.SS2KP