એનસીપીના કાર્યકર્તાઓએ ભાજપના પ્રવક્તાને લાફો મારી દીધો
મુંબઇ, મહારાષ્ટ્રમાં શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તાએ ભાજપના પ્રવક્તાને કાર્યાલયમાં ઘૂસીને લાફો મારી દીધો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભાજપની મહારાષ્ટ્ર કમિટિના નેતા વિનાયક અંબેકરે પુણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, એનસીપીના લગભગ ૨૦ જેટલા કાર્યકર્તાઓએ તેમની ચેમ્બરમાં આવીને મારપીટ કરી છે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે એનસીપી કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.
ચંદ્રકાંત પાટિલે ટિ્વટર પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા વિનાયક આંબેકર પર એનસીપીના ગુંડાઓએ હુમલો કકર્યો છે અને ભાજપ આ ઘટનાની ટીકા કરે છે. આ એનસીપીના ગુંડાઓનું તાત્કાલિક નિવારણ લાવવું જાેઈએ.
આપને જણાવી દઈએ કે, આ ઘટનાને લઈને વિનાયક આંબકરે કહ્યું કે, શુક્રવારના રોજ એક પોસ્ટ લખી હતી, જેને લઈને પાર્ટી સાંસદ ગિરીશ બાપટે તેમને માફી માગવા કહ્યું હતું. ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, આજે મને કોઈએ ફોન કર્યો અને કહ્યું કે, તેમને ટેક્સના સંબંધમાં જાણકારી જાેઈએ.
આ વ્યક્તિ ૨૦ લોકોને લઈને મારી ચેમ્બરમાં ઘૂસી આવ્યા અને મને લાફો માર્યો હતો. જે બાદ મારા ચશ્મા પણ તૂટી ગયા હતા. મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બાજૂ એનસીપીના એક કાર્યકર્તાએ વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં અંબેકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, તેમણે શરદ પવાર વિરુદ્ધ પોસ્ટ લખવાનો આરોપ લગાવ્યો છે.HS