એનસીપી નેતા શરદ પવારના પિતાશયનું ઓપરેશન કરવામાં આવ્યું
મુંબઇ: એનસીપીના પ્રમુખ શરદ પવારની પિત્તાશયનું ઓપરેશન થઇ ગયું છે.શરદ પવારના પિત્તાશયમાં પથરી જણાઇ આવી હતી ત્યારબાદ ઓપરેશન કરાવવાનો નિપ્ણય લીધો આ પહેલા જ પણ પવારની પથરીને લઇ સર્જરી થઇ ચુકી છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે કહ્યું કે આજે એનસીપી પ્રમુખ શરદ પવારનું પિતાશયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગઇકાલે રાતે પેટમાં દર્દના કારણે પરાવરને દક્ષિણ મુંબઇની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
ગત મહીનાને એક ચિકિત્સિય પ્રક્રિયા બાદ શરદ પવારને એક મહીના સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.તે સમયે ડોકટરોએ નિર્ણય લીધો હતો કે ૧૫ દિવસ બાદ શરદ પવારના શરીરથી સર્જરી કરી પિતાશય અલગ કરી દેવામાં આવશે
આ સંબંધમાં શરદ પવારને ગઇકાલે રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં ૩૦ માર્ચે બ્રીચ કૈંડી હોસ્પિટલમાં જ શરદ પવાર એક કટોકટી ઇડોસ્કોપ થઇ હતી તેમના શરીરના પિત નળીથી એક પથ્થરને હટાવવા માટે આ સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ એપ્રિલે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમને આગામી સર્જરી સુધી આરામ કરવાની સલાહ આપી હતી
એ યાદ રહે સાત એપ્રિલે શરદ પવારને કોરોના વેકસીનની બીજી ખુરાક લીધી હતી શરદ પવારે પોતાના ઘર પર જ આ બીજી ખુરાક લીધી હતી જયારે એક માર્ચે શરદ પવારે પહેલી ખુરાક લીધો હતો.