એનસીપી વડા શરદ પવાર કોરોના સંક્રમિત થયા

મુંબઇ, દેશમાં સતત કોરોના વાયરસની લહેરમાં ઘણી જાણીતી હસ્તીઓ કોરોના પોઝિટિવ થઈ રહી છે. આવી સ્થિતિમાં NCP ચીફ શરદ પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવારે આ મામલે પોતાના ડૉક્ટર સાથે વાત કરી છે, જાે કે ચિંતા કરવાની કોઈ વાત નથી.
શરદ પવારે ટ્વીટ કરીને લખ્યું, ‘મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી. હું મારા ડૉક્ટર દ્વારા સૂચવેલ સારવારને અનુસરી રહ્યો છું. છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં રહેલા તમામ લોકોને હું વિનંતી કરું છું. તમારો કોરોના ટેસ્ટ ક્રવાઓ અને તમામ જરૂરી સાવચેતીઓ લો.
દેશમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોવિડથી સંક્રમિત કેસ ઝડપથી વધી રહ્યા છે. સોમવારના ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૪૩૯ લોકોના મોત થયા છે. આ કેસ રવિવાર કરતા લગભગ ૨૭ હજાર ઓછા છે.HS