એનસીબીએ મુંબઇ અને ગોવામાં સાત સ્થળોએ દરોડા પાડયા
મુંબઇ, નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ આજે સુશાંતસિંહ રાજપુતના મોત મામલામાં સામે આવેલ ડ્રગ્સ એંગલને લઇ મુંબઇ અને ગોવાના લગભગ સાત સ્થાનો પર દરોડા પાડયા હતાં રિપોર્ટ અનુસાર મામલામાં કાર્યવાહીના આગામી પગલાને લઇ એનસીબીના મુબઇ ખાતે કાર્યાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક થશે.
ડ્રગ્સ મામલામાં રિયા ચક્રવર્તીએ કહેવાતી રીતે એનસીબીની સામે કબુલ કર્યું છે કે અભિનેત્રી સારા અલી ખાન અને રકુલ પ્રીત,ડિઝાઇનર સિમનો ખંબાટા,સુશાંતના મિત્ર અને પૂર્વ પ્રબંધક રોહિણી અય્યર અને ફિલ્મ નિર્માતા મુકેશ છાબડાએ નશીલા પદાર્થનું સેવન કરહ્યું હતું રિયાએ એજન્સીને કહ્યું હતું કે બોલીવુડ ના ૮૦ ટકા સ્ટાર્સ ડ્રગ્સ લે છે.
એવો રિપોર્ટ છે કે એનસીહી ડ્રગસ તપાસમાં ૨૫ મુખ્ય બોલીવુડ. સ્ટાર્સને બોલાવવાની તૈયારીમાં છે રિયાએ એનસીબીને આપેલ પોતાના નિવેદનમાં કહેવાતી રીતે સુશાંત માટે ડ્રગ્સની ખરીદમાં પોતાની ભૂમિકા અને નાણાં સંભાળવાની વાત સ્વીકાર કરી હતી સુત્રોએ પહેલા દાવો કર્યો હતો કે એનસીબીની પુછપછ દરમિયાન રિયાએ બોલીવુડ હસ્તીઓના કેટલાક નામોનો ખુલાસો કર્યો હતો જે દવાઓના સેવન અને તેમની ખરીદ કરે છે.
બોલીવુડના લગભગ ૧૫ લોકો એનસીબીના રડાર પર છે ખબર પડી છે કે આ બી શ્રેણીના અભિનેતા છે સુત્રોએ કહ્યું કે આ હસ્તીઓણાંથી કેટલીક દવાઓ ખરીદદાર છે અને કેટલાક ગ્રાહકો છે એનસીબીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કેટલાક સર્કલ એવા પણ છે જે સેલિબ્રિટીઝને ડ્રગ્સની ખરીદ અને પુરવઠો કરે છે.HS