એનસીબીએ શાહરુખના ઘરે જઇ જેલમાં બંધ આર્યન ખાન અંગેની માહિતી માગી
મુંબઇ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ગુરુવાર, ૨૧ ઓક્ટોબરના રોજ શાહરુખ ખાન તથા અનન્યા પાંડેના ઘરે આવી હતી. એનસીબી આજે બપોરે બે વાગે ચંકી પાંડેની દીકરી અનન્યાને બે વાગે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતીએનસીબીની ટીમ શાહરુખ ખાનની મેનેજર પૂજાને મન્નતમાં મળ્યા હતા.
ટીમે આર્યનના એજ્યુકેશન સહિતની અન્ય બાબતો સાથે જાેડાયેલા ડોક્યુમેન્ટ્સ માગ્યા છે, જેમાં મેડિકલ હિસ્ટ્રી તથા કોઈ દવા લેતો હોય તો તેના પ્રિસ્ક્રિપ્શન પણ માગ્યા છે. આ ઉપરાંત વિદેશમાં તે ક્યાં ક્યા ગયો હતો તે તમામ ડોક્યુમેન્ટ્સ માગ્યા છે.
શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે. ટીમ ઘરે આવી તે પહેલાં શાહરુખ ખાન દીકરાને આર્થર રોડ જેલમાં મળ્યો હતો. ટીમના અધિકારી વીવી સિંહે કહ્યું હતું કે આર્યન સંબંધિત કેટલાંક દસ્તાવેજાે લેવા માટે તેઓ આર્યનના ઘરે આવ્યા હતા.
એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે શાહરુખ ખાનના ઘરે આર્યનના કેટલાંક દસ્તાવેજાે લેવા માટે ટીમ ગઈ હતી. મન્નતમાં કોઈ દરોડા પાડવામાં આવ્યા નથી. આ સાથે જ ટીમે શાહરુખની મેનેજર પૂજાને નોટિસ આપી હતી. આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે તેમની પાસે આર્યનના કોઈ ઇલેક્ટ્રિક ડિવાઇસ હોય તો તેઓ એનસીબી પાસે જમા કરાવે.એનસીબીની ટીમે પહેલાં અનન્યાના ઘરે અને પછી શાહરુખના ઘરે આવી હતી.
અનન્યાનું ઘર મુંબઈના બાંદ્રામાં છે. શાહરુખના મન્નતમાં જ્યારે ટીમ આવી ત્યારે શાહરુખ ખાન ઘરે જ હાજર હતો. આર્યનની ચેટ સાથે અનન્યાના તાર જાેડાયેલા હોવાનું માનવામાં આવે છે. આથી જ એનસીબીએ અનન્યાને સમન્સ પાઠવ્યું છે. પૂછપરછ માટે અનન્યાને એનસીબીની ઓફિસે બોલાવવામાં આવી છે.
દરમિયાન જેલમાં બંધ દીકરા આર્યન ખાનને મળવા શાહરુખ ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં આવ્યો હતો. પિતા તથા પુત્ર વચ્ચે અંદાજે ૧૮ મિનિટ વાતચીત ચાલી હતી. ઉલ્લેખનીય છે કે બુધવાર, ૨૦ ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર સરકારે જેલના કેદીઓ તથા પરિવારને મળવાની મંજૂરી આપી હતી. કોરોનાને કારણે પરિવારજનો કેદીઓને મળી શકતા નહોતા. સરકારે પરવાનગી આપતા જ શાહરુખ તરત જ દીકરાને મળવા ગયો હતો.
આર્યન ખાન તથા શાહરુખ મુલાકાત જેલમાં બનેલી એક કેબિનમાં થઈ હતી. આ કેબિનની વચ્ચે એક કાચની દીવાલ હતી. એકબાજુ આર્યન હતો અને બીજી બાજુ શાહરુખ ખાન હતો. શાહરુખ તથા આર્યને ઇન્ટરકોમની મદદથી એકબીજા સાથે વાત કરી હતી.
બંને વચ્ચે ૧૬-૧૮ મિનિટ સુધી વાતચીત થઈ હતી. પિતાને જાેતાં જ આર્યન એકદમ ભાંગી પડ્યો હતો અને રડતો રહ્યો હતો. મુલાકાત દરમિયાન આર્યન રડી પડ્યો હતો. શાહરુખ પણ બોલતાં બોલતાં ભાવુક થયો હતો, પરંતુ તેણે પોતાના ચશ્માં ઉતાર્યા નહોતાં.
સૂત્રોના મતે, દીકરાને રડતો જાેઈને શાહરુખના આંસુ સરી પડ્યા હતા. શાહરુખે દીકરાના હાલચાલ પૂછ્યા હતા અને થોડીવાર શાંતિથી દીકરાને જાેતો હતો.શાહરુખે જેલ સ્ટાફને સવાલ કર્યો હતો કે તે દીકરાને કંઈક ભોજન આપી શકે છે, પરંતુ અધિકારીઓએ ના પાડી દીધી હતી. ત્યાર બાદ થોડીવાર રોકાયો હતો અને શાહરુખ જતો રહ્યો હતો. શાહરુખે જેલના અધિકારીઓને દીકરાનું ખાસ ધ્યાન રાખવાની વિનંતી કરી હતી.
જેલની અંદર શાહરુખ પોતાના બે બોડીગાર્ડ તથા બે મહિલા સ્ટાફને લઈ ગયો હતો. જેલમાં ગયા બાદ તેમણે એક જેલ અધિકારીને વાત કરી હતી અને પછી તેઓ મુલાકાત કક્ષમાં ગયા હતા. મુલાકાત પહેલાંની તમામ ઔપચારિકતા શાહરુખની મેનેજર પૂજા દદલાણીએ પૂરી કરી હતી.
દીકરાને મળ્યા બાદ શાહરુખ જેલની બહાર આવ્યો ત્યારે તેની સાથે જેલના કેટલાક સુરક્ષાકર્મીઓ હતા. મીડિયા તથા ભીડને જાેઈને એક્ટરના સ્ટાફે જેલરને સુરક્ષાકર્મીઓને પોતાની સાથે મોકલવાની અપીલ કરી હતી.શાહરૂખ ખાનની સાથે તેનો સ્ટાફ પણ હતો.HS