NCBના અધિકારીઓએ પ્રોડ્યુસરને પરેશાન અને બ્લેકમેલ કર્યાઃ ક્ષિતિજ
મુંબઇ, નારકોટિકસ કંટ્રોલ બ્યુરો NCB તરફથી સુશાંત સિંહ રાજપુત (Sushant Singh Rajput case) કેસથી જાેડાયેલ ડ્રગ મામલામાં ગત અઠવાડીયે ધરપકડ કરવામાં આવેલ ફિલ્મ પ્રોડયુસર ક્ષિતિજ પ્રસાદે (Film Producer Kshitij Prasad) એજન્સી પર ગંભીર આરોપ લગાવ્યો છે પ્રસાદના વકીલ સતીષ માનશિંદે બોમ્બે હાઇકોર્ટમાં (Lawyer Satish Manshinde in Bombay High Court) જણાવ્યું હતું કે એજન્સીના અધિકારીઓએ પ્રોડયુસરને પરેશાન અને બ્લેકમેલ કર્યા.
વકીલે કહ્યું કે ક્ષિતિજ પ્રસાદને પુછપરછ દરમિયાન કરણ જાૈહર અને તેમના ટોચના એકઝીકયુટીવ્સને ફસાવવા માટે જાેરજબરસ્તી કરવામાં આવી વકીલ માનશિંદે પ્રસાદના હવાલાથી કોર્ટમાં કહ્યું કે એનસીબીના અધિકારીઓએ કહ્યું કે હું કરણ જાૈહર,સોમેલ મિશ્રા રાખી અપૂર્વા નીરજ કે રાહિલના નામ લવું તો તે મને છોડી દેશે.
એ યાદ રહે કે ગત અઠવાડીયે એજન્સીએ ક્ષિતિજની ધરપકડ કરી હતી.તેમના તરફથી તેમના વકીલે કહ્યું કે અધિકારીઓએ મને ખોટા આરોપ લગાવવા કહ્યું કરણ જાૈહર અને તેમની ટીમ ડ્ગ લેતા હતાં મેં ખુબ દબાણ બનાવ્યા બાદ પણ તેમની વાત માનવાનો ઇન્કાર કર્યો કારણ કે આ લોકોને ખાનગી રીતે જાણતો નથી અને હું કોઇ પર ખોટા આરોપ લગાવવા માંગતો ન હતો.