NCB રેડને લઇને સમીર વાનખેડે ત્રણ લોકોને જવા દીધા: નવાબ મલિક

મુંબઇ, મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે શનિવારે ફરી એકવાર પ્રેસ કોન્ફરસ સંબોધીને દ્ગઝ્રમ્ના અધિકારી સમીર વાનખેડે પર નિશાન સાધ્યુ છે. નવાબ મલિકે કહ્યું કે જે દિવસે એનસીબીએ ક્રૂઝ રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. પછી આઠ કે દસ નહીં પણ અગિયાર લોકોની અટકાયત કરવામાં આવી. ત્યાર પછી ત્રણ લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા.
નવાબ મલિકે તે ત્રણ લોકોના નામ મીડિયા સાથે શેર કર્યા છે. આ નામ છે ઋષભ સચદેવા, પ્રતીક ગાવા અને આમિર ફર્નિચર વાલા. નવાબ મલિકે મીડિયાને ઋષભ સચદેવાને છોડી દીધાનો વીડિયો પણ બતાવ્યો. નવાબ મલિકે કહ્યુ કે પહેલા ત્રણેયને એનસીબી ઓફિસની અંદર લાવવામાં આવ્યા હતા અને થોડા સમય પછી તેઓને મુક્ત કરવામાં આવ્યા બાદ નવાબ મલિકે તે ત્રણ લોકોના નામ પણ મીડિયા સાથે શેર કર્યા છે.
નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના ભાજપ નેતાઓ સાથે કેન્દ્રીય ભાજપ નેતાઓ સાથે મળીને એનસીબી ઓફિસરના અઘિકારી સમીર વાનખેડે પર દબાણ લાવવામાં આવ્યુ. આ દબાણના કારણે આ ત્રણ લોકોને સમીર વાનખેડેએ જવા દીધા.
નવાબ મલિકે એનસીબીના અધિકારી સમીર વાનખેટે પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યુ કે સમીર વાનખેડેએ ભાજપઁ નેતાઓના ઇશારાએ ત્રણ લોકોને છોડી દીધા. જ્યારે આર્યન ખાન આ લોકોના કહેવાથી જ ક્રુઝ પર ગય હતો. નવાબ મલિકે માંગ કરી છે કે સમીર વાનખેડેના કોલની ડિટેલ્સ ચેક કરવામાં આવે.
નવાબ મલિકે સવાલ ઉઠાવ્યા છે કે ૧૩૦૦ મુસાફરો વાળા ક્રુઝ પર એનસીબીએ રેડ પાડી. જેમાંથી ફક્ત ૧૧ લોકોની અટકાયત કરી હતી જેમાંથી ૩ લોકોને છોડી દેવામાં આવ્યા હતા. શું એનસીબી કોઇના દબાણમાં આવીને આવુ કરી રહી છે? નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે એનસીબીએ પાડેલી રેડ જ નકલી છે. એક સેલિબ્રિટીને ટાર્ગેટ કરી ફસાવવામાં આવ્યા છે.HS