‘એનિમલ’ ઈફેક્ટઃ તૃપ્તિ ડીમરીને સાત ફિલ્મ મળી
રણબીર કપૂરની ‘એનિમલ’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી
‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’માં તૃપ્તિ ડીમીરીની સાથે રાજકુમાર રાવનો લીડ રોલ છે, તેઓ પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે
મુંબઈ,રણબીર કપૂરની ‘એનિમલ’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. રૂ.૯૦૦ કરોડનું કલેક્શન મેળવનારી આ ફિલ્મના કારણે તૃપ્તિ ડીમરીના નસીબ ખુલી ગયા હોય તેવી સ્થિતિ છે. ‘એનિમલ’ બાદ સોશિયલ મીડિયા પર તૃપ્તિના ફોલોઅર્સ વધી ગયા છે અને ફિલ્મમેકર્સ પણ તેની સાતે કામ કરવા ઉત્સુક રહે છે. જેના કારણે તૃપ્તિ પાસે હાલ ૭ ફિલ્મો છે. ‘એનિમલ’માં રશ્મિકા મંદાના કરતાં વધારે ચર્ચા તૃપ્તિ ડીમરીની થઈ હતી. રણબીર અને અનિલ કપૂર જેવાં સ્ટાર્સની વચ્ચે
પણ તૃપ્તિની નોંધ લેવાઈ હતી. તૃપ્તિની કેટલીકનું શૂટિંગ ચાલી રહ્યું છે. આગામી બે વર્ષ સુધી નવરાશ ન મળે તેટલું કામ તૃપ્તિ પાસે છે. કાર્તિક આર્યન સાથે ‘ભૂલ ભુલૈયા૩’નું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
‘ભૂલ ભુલૈયા’ની અગાઉની બંને ફિલ્મો હિટ રહી હતી. ત્રીજી ફિલ્મમાં વિદ્યા બાલન અને માધુરી દિક્ષિત પણ મહત્ત્વના રોલમાં છે. અગાઉની બંને ફિલ્મો કરતાં ‘ભૂલ ભુલૈયા૩’ને વધારે મોટી બનાવવાનું આયોજન છે. રણબીર સાથે ફિલ્મ બાદ તૃપ્તિ ડીમરીને ધર્મા પ્રોડક્શનના માનીતા સ્ટાર્સમાં જગ્યા મળી છે. કરણ જોહરના પ્રોડક્શન હાઉસની બે ફિલ્મોમાં તૃપ્તિનો સમાવેશ કરાયો છે. ‘બેડ ન્યૂઝ’માં વિકી કૌશલ અને એમી વિર્ક સાથે તૃપ્તિ ડીમરી છે. આ ફિલ્મ જુલાઈ મહિનામાં રિલીઝ થવાની છે.
કરણ જોહરના પ્રોડક્શન બેનર હેઠળ ‘ધડક ૨’માં તૃપ્તિના નામનું એલાન થઈ ગયું છે. તેમાં સિદ્ધાંત ચતુર્વેદી સાથે તૃપ્તિનો લીડ રોલ છે. ફિલ્મની સ્ટોરી જાતિ પ્રથા આધારિત છે અને બે અલગ-અલગ જાતિના કેરેક્ટર્સની લવ સ્ટોરી છે. ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’માં તૃપ્તિ ડીમીરીની સાથે રાજકુમાર રાવનો લીડ રોલ છે. તેઓ પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. બંને સ્ટાર્સે ફિલ્મ સાથે સંકળાયેલો એક વીડિયો શેર કર્યાે હતો. ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી, પરંતુ તે કોમેડી હોઈ શકે છે.
‘એનિમલ’ના એન્ડમાં ‘એનિમલ પાર્ક’નું એલાન થઈ ગયું હતું. સીક્વલમાં તૃપ્તિ ડીમરીનો રોલ વધારે લાંબો થઈ શકે છે. પહેલી ફિલ્મે રૂ.૯૦૦ કરોડનો બિઝનેસ કર્યાે હતો, જ્યારે તેની સીક્વલ વધારે મોટ બજેટ સાથે બનાવવાનું આયોજન છે. કેજીએફ સ્ટાર યશ સાથે તૃપ્તિએ એક ફિલ્મ સાઈન કરી છે. બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મો પર પણ તૃપ્તિ ફોકસ કરી રહી છે. આ ફિલ્મ અંગે ઓફિશિયલ માહિતી બહાર આવી નથી. અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’માં રશ્મિકા મંદાના યથાવત છે. જો કે સામંથા રૂથ પ્રભુના સ્થાને ‘ઊ અંટ્વા…’ જેવો ડાન્સ કોણે કર્યાે તે અંગે માહિતી બહાર આવી નથી. સ્પેશિયલ ડાન્સમાં આ વખતે તૃપ્તિને તક અપાઈ હોય તેવી શક્યતા છે.ss1