એન્ટિબોડી શોધવા માટે પૂણેના ICMR- NIV દ્વારા તૈયાર કરવામાં આવેલું મહત્વની ભૂમિકા નિભાવશે: ડૉ. હર્ષવર્ધન
પૂણે ખાતે આવેલા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR)- નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજિ (NIV) દ્વારા કોવિડ-19 માટે એન્ટીબોડી શોધવા “કોવિડ કવચ એલિસા” નામથી સ્વદેશી IgG ELISA પરીક્ષણ તૈયાર કરીને તેને માન્યતા આપવામાં આવી છે. NIVના વૈજ્ઞાનિકોની ટીમે ભારતમાં લેબોરેટરીમાં પુષ્ટિ થયેલા દર્દીમાંથી સફળતાપૂર્વક SARS-CoV-2 વાયરસ અલગ પાડ્યા છે. આનાથી SARS-CoV-2 માટે સ્વદેશી નિદાન વિકસાવવાનો માર્ગ મોકળો થયો છે. વાસ્તવિક સમયનું RT-PCR પરીક્ષણએ SARS-CoV-2 માટે અગ્ર હરોળનું તબીબી નિદાન છે જ્યારે, સખત એન્ટિબોડી પરીક્ષણો આ ચેપનો ફેલાવો મોટી સંખ્યામાં લોકોમાં થાય તેની પ્રકૃતિ સમજવા માટે અને તેના પર દેખરેખ રાખવા માટે મહત્વપૂર્ણ છે.