એન્ટિલિયા કેસમાં NIAએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી

મુંબઈ, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર બહાર વિસ્ફોટક ભરેલી ગાડી મળવાના કેસની તપાસ કરી રહેલી NIAએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ કેસમાં NIAએ સચિન વાઝે, સુનીલ માને, રિયાજદ્દીન કાજી, પ્રદીપ શર્મા સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે.
અગાઉ પહેલા ચાર ઓગસ્ટે એનઆઈએએ કોર્ટ પાસે ચાર્જશીટ દાખલ કરવા માટે એક મહિનાનો સમય માગ્યો હતો. એનઆઈએ એન્ટિલિયા વિસ્ફોટક કેસની સાથે જોડાયેલા મનસુખ હિરેન હત્યાકાંડની પણ તપાસ કરી રહી છે.
આજે કોર્ટમાં એજન્સીએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી. ગયા મહિને એનઆઈએએ કોર્ટને જણાવ્યુ હતુ કે આ કેસના સાક્ષીને ધમકી આપવામાં આવી છે. જેના કારણે કેટલાક સાક્ષી ડરી ગયા છે.