Western Times News

Gujarati News

એન્ટીબોડીનું સ્તર શૂન્ય થાય તો પણ વ્યક્તિ કોરોનાથી બચી શકે

(એજન્સી) સિંગાપુર, કોરોના ચપગ્રસ્ત દર્દીઓમાં બનનાર એન્ટીબોડીના સ્તરને લઈને એક નવો સ્ટડી બહાર આવ્યો છે. આ સ્ટડીમાં એમ કહેવામાં આવ્યુ છે કે એન્ટીબોડીની ઉંમર ચેપની ગંભીરતા પર નિર્ભર કરે છે. આ સંશોધન લેબ લાસન્સેટ માઈક્રોબ જર્નલમાં પ્રકાશિત થયો છે.

આ સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે સાજા થયેલા દર્દીઓમાં જાે એન્ટીબોડીનું સ્તર ઓછુ પણ છે તો તેમણે બીજીવાર ચેપગ્રસ્ત થવાથી બચાવી શકાય છે. પરંતુ આવુ ત્યારે શક્ય બને કે જ્યારે ટી-કોશિકાઓના કારણે તેમની ઈમ્યુન સિસ્ટમ મજબુત હોય. સંશોધનમાં સિગાપુર સ્થિત ડયુક-એનયુએસ મેડીકલ સ્કુલના વૈજ્ઞાનિકેે પણ ભાગ લીધો હતો.

અને ૬ થી૯ મહિના સુધી ૧૬૪ કોરોના દર્દીઓનો સ્ટડી કર્યો હતો. સંશોધકોએ ફક્ત એન્ટીબોડીને અસરહિન કરનાર લોહીનું વિશ્લેષણ કર્યુ એટલું જ નહી, પરંતુ ટી-કોશિકાઓ અને પ્રતિકારક પ્રણાલીને પણ પારખી છે. વૈજ્ઞાનિકોએ પ્રાપ્ત જાણકારીનો ઉપયોગ મશીન લર્નિંગ અલ્ગોરિધમ માટે કર્યો.

જેથી સમયની સાથે સાથે એન્ટીબોડી અસરહિન થાય એનુૃ અનુમાન લગાવી શકાય. સંશોધકોએ દર્દીઓનું વર્ગીકરણ કરતા સમયે એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યુ કે તેમનામાં એન્ટીબોડી કેટલાંક સમય સુધી ચાલી. ડયુક એનયુએસ ઈમર્જીૃંગ ફન્ફેકશન ડીસીઝ પ્રોગ્રામના મુખ્ય લેખક વાગ લિન્ફાએ કહ્યુ હતુ કે જાે દર્દીમાં એન્ટીબોડીનું સ્તર શૂન્ય જઈ જાય તો પણ વ્યક્તિ ચેપથી બચી શકે છે. પરંતુ તેમાં ટી-સેલ ઈમ્યુનિટી હોવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.