એન્ટી નેશનલ વિચારધારાને ડિકોડ કરશે JNU: આતંકવાદના દરેક મુદ્દે અહીંના સ્કોલર રિસર્ચ કરશે
નવી દિલ્હી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એટલે કે JNUમાં આતંકવાદ વિરૂદ્ધ ‘સેન્ટર ફોર નેશનલ સિક્યોરિટી’નું ગઠન કરાયું છે. આ વિભાગને સ્પેશિયલ પોઝિશન આપવામાં આવી છે. આ વિભાગ સ્વતંત્ર રીતે પોતાનું કામ કરશે. જેમાં દેશની સુરક્ષા માટે ખતરા સમાન ક્રોસ બોર્ડર ટેરરિઝ્મ અને સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝ્મ સહિત આતંકવાદના તમામ મુદ્દે ડોક્ટરેટ લેવલની રિસર્ચ થશે. આ માટે એક્સપર્ટની એક ફૌજ તૈયાર કરવામાં આવી રહી છે, જે ન માત્ર આતંકવાદ વિરૂદ્ધ પોલિસી બનાવશે, પરંતુ એન્ટી નેશનલ એક્ટિવિટી અને વિચારધારાને પણ ડીકોડ કરશે.
9 ફેબ્રુઆરી, 2016નાં રોજ JNUમાં ડાબેરી વિચાર ધારાના છાત્રોએ દેશ વિરોધ નારા કર્યા હતા. લેફ્ટ વિચારધારાના ગઢ ગણાતા JNUમાં ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક ફેરફાર થયા છે અને તેમનો વિરોધ પણ. હવે યુનિવર્સિટી પરિસરમાં શહીદ ભગત સિંહ માર્ગ અને સાવરકર માર્ગ બની ગયો છે. સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપન પણ 2 વર્ષ પહેલાં કરવામાં આવી છે.
કુલ મળીને JNUમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે. સોશિયલ સ્ટડીઝના એક પ્રોફેસરે નામ ન જણાવવાની શરતે કહ્યું કે ‘દેશદ્રોહી નારાઓને કારણે JNUની છાપ બગડી હતી જે હવે સેન્ટર ફોર નેશનલ સિક્યોરિટીઝ સ્ટડીઝમાં આતંકવાદના દરેક મુદ્દે સંશોધન કર્યા બાદ તૈયાર થયેલા દેશભક્ત એક્સપર્ટ્સ બદલશે.’
છેલ્લાં લગભગ બે વર્ષથી નિષ્ક્રિય રહેલા JNUના સેન્ટર ફોર નેશનલ સિક્યોરિટી સ્ટડીઝ હવે સક્રિય ભૂમિકામાં આવી ગયું છે. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પ્રો. અજય દુબે જણાવે છે કે, ‘દેશની સુરક્ષાના મુદ્દે થનારા સંશોધન જરૂરી છે. હાલ અહીં ડોક્ટરેટ લેવલનું જ રિસર્ચ થશે કે જેથી જે મુદ્દાને સ્કોલર પસંદ કરશે તેને પૂરી રીતે સમજવામાં આવ્યા બાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં આવશે, કેમકે આ સ્કોલર આગળ જઈને દેશની સુરક્ષામાં જોડાયેલી નીતિઓ પર એક્સપર્ટ તરીકે કામ કરી શકે છે.’
તેઓ જણાવે છે કે દેશની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ‘આતંકવાદ’ છે. હવે આતંકવાદના પણ અનેક રૂપ જોવા મળી રહ્યાં છે. ક્રોસ બોર્ડર ટેરરિઝ્મ, સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝ્મમાં આધુનિક ટેક્નોલોજીનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. હવે હથિયારોથી વધુ નરેશનની લડાઈ લડવામાં આવી રહી છે. આપણે તે નરેશનને પણ સમજવું પડશે, જે વૈચારિક સ્તરે લોકોને આતંકવાદ પ્રત્યે આકર્ષિત કરે છે. આવું નરેશન ઊભું કરાય છે જે છાત્ર-છાત્રાઓને આતંકી જૂથોના સમર્થક કે સિંપેથાઈઝર બનાવે છે. સિંપેથાઈઝર જ નહીં પરંતુ યુવાનો સક્રિય ભૂમિકા પણ ભજવવા લાગ્યા છે.
તેઓ નામ લીધા વગર કેટલાંક ઉદાહરણ આપે છે, હાલમાં જ એક રાજ્યમાં અનેક યુવકો ISISમાં ભરતી થવા ચાલ્યા ગયા. જ્યારે કે તે રાજ્ય ઘણું જ વિકસિત છે. સાક્ષરત દરમાં પણ સૌથી આગળ છે. આ નરેશન જ છે જે લોકોના વિચારોને ટ્રેપ કરે છે, તેમના પર હુમલાઓ કરે છે.’