Western Times News

Gujarati News

એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ આઇપીઓ 4 માર્ચના રોજ ખુલશે

અમદાવાદ,  દેશની જાણીતી મ્યુનિસિપલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિમિટેડએ આવતીકાલે તા. ૪ માર્ચ, ૨૦૨૦ના રોજ બુધવારે ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ) લાવવાની દરખાસ્ત રજૂ કરી છે.

જેમાં રૂ. ૫ની ફેસ વેલ્યુ ધરાવતા રૂ. ૩૫૦ મિલિયન સુધીનાં ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને ૫,૭૦૦,૦૦૦ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે. આઇપીઓમાં પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૨૯૫થી રૂ. ૩૦૦ છે. ઓફર ફોર સેલમાં ૧,૩૯૦,૩૨૨ ઇક્વિટી શેર લીડ્‌સ (મોરેશિયસ) લિમિટેડનાં ૨,૦૮૫,૫૦૨ ઇક્વિટી શેર ટોનબ્રિજ (મોરેશિયસ) લિમિટેડનાં ૭૬૯,૯૧૭ ઇક્વિટી શેર કેમ્બ્રિજ (મોરેશિયસ) લિમિટેડનાં અને ૧,૪૫૪,૨૫૯ ઇક્વિટી શેર ગિલ્ડફોર્ડ (મોરેશિયસ) લિમિટેડનાં છે.

આ બિડ-ઓફર ૬ માર્ચ, ૨૦૨૦ના રોજ શુક્રવારે બંધ થશે. બિડ લઘુતમ ૫૦ ઇક્વિટી શેરની અને પછી ૫૦ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે.

ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે એમ કંપનીના એમડી જાસ જેકોબ અને સીએફઓ શાઇજુ જેકોબે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, કંપનીએ આઇપીઓમાંથી પ્રાપ્ત થનારી ચોખ્ખી આવકનો ઉપયોગ આ રીતે કરવાની દરખાસ્ત રજૂ કરી છે. જેમાં સૌપ્રથમ, કંપનીનાં રૂ. ૩૦૦ મિલિયન સુધી બાકી નીકળતા ઋણનાં હિસ્સાની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી કરવા એની પેટાકંપની એજી એન્વાયરો ઇન્ફ્રા પ્રોજેક્ટ્‌સ પ્રાઇવેટ લિમિટેડમાં ઋણ ઉમેરીને કંપનીનાં કુલ ઋણમાં ઘટાડો કરવાનું આયોજન છે. તો બીજા નંબરે, સાધારણ કોર્પોરેટ કામગીરી માટે.

ઉપરાંત કંપનીને અપેક્ષા છે કે, ઇક્વિટી શેરનાં લિસ્ટિંગનો લાભ વિઝિબિલિટી અને બ્રાન્ડ ઇમેજ વધારશે તથા શેરધારકોને લિક્વિડિટી પ્રદાન કરશે. ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી પોર્શન)ને સપ્રમાણ હિસ્સાને આધારે ઇશ્યૂનાં ૫૦ ટકાથી વધારેની ફાળવણી નહીં થાય. કંપની અને વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો મહત્તમ ૬૦ ટકા હિસ્સો વિવેકને આધારે એન્કર ઇન્વેસ્ટર્સ (એન્કર ઇન્વેસ્ટર પોર્શન)ને ફાળવણી કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.