એન.એલ. ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત ત્રણ તાલુકામાં વૃક્ષારોપણ કરાયું
નરોતમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ સંસ્થા દ્વારા બી.સી.આઈ. કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી અને ઇડર તાલુકામાં ચલાવવામાં આવે છે.
આ કાર્યક્રમ અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના 16 ગામોમાં અને વડાલી તાલુકાના ૧૬ ગામોમાં 3980 વૃક્ષોનું અને ઇડર તાલુકાના 53 ગામોના 14063 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. જેમાં 9109 વૃક્ષો વ્યક્તિગત ખેડૂતોને આપવામાં આવ્યા. તેમણે તેમના ફળિયામાં કૂવા પાસે, વાડીએ અને ખેતરમાં વાવેતર કર્યું. જ્યારે 4954 વ્રૂક્ષોનુ સામાજિક વનીકરણ એટલે કે શાળાના કંપાઉન્ડમાં, સ્મશાન કરતે,પડતર જમીનમાં તથા ધાર્મિક સ્થળોએ વાવેતર કરાયુ.
સામાજિક વનીકરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ માં ગુલમહોર , જાંબુ, લીમડો, કરણ, શેતૂર, કોડીયાર, સરગવો, વિલાયતી ગવાર અને સીસમ જેવા વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્થાનિક નર્સરીઓ, પરિક્ષેત્ર વન અધિકારી શ્રી ની કચેરી, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને ગામના આગેવાનો નો ખૂબ જ સહકાર મળેલ.
આ કાર્યક્રમમાં કોટન કનેક્ટ અમદાવાદ અને અરવિંદ લિમિટેડ અમદાવાદ નો સહયોગ મળેલ છે.