એન.કે.ડી. સાયન્સ કોલેજ પારડી ખાતે સલાડ ડેકોરેશન સ્પર્ધા યોજાઇ
ધી પારડી એજયુકેશન સોસાયટી દ્વારા સંચાલિત એન.કે.ડી. સાયન્સ કોલેજ પારડીના વિદ્યાર્થીઓમાં આંતરીક કૌશલ્ય ખીલે તેમજ સલાડ પ્રત્યે રૂચિ વધે તે માટે વિવિધ થીમ આધારિત જેવી કે ફાઉન્ટેન ગાર્ડન, કુદરતી દ્શ્ય, રમૂજી ઇમો, ભારતીય ત્રિરંગા આધારિત સલાડ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરાયું હતુ. આ સ્પર્ધામાં ફક્ત ફળ અને શાકભાજીના ઉપયોગ કરી વિવિધ અવનવી થીમો આધારિત સ્પર્ધા યોજી હતી.
જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભરે ભાગ લીધો હતો. આ સલાડ મેકિંગ સ્પર્ધામાં ગર્લ્સ ગ્રુપમાં પ્રથમ ક્રમે અનિષા પટેલ , નીધી પટેલ અને અંજલી પટેલની ટીમ, દ્વિતીય ક્રમે પ્રાચી, નેતલ અને વૈષ્ણવીની ટીમ તેમજ તૃતીય ક્રમે ખ્યાતિ, મુક્તેશ્વરી અને રૂત્તિકા ટીમ રહી હતી તેમજ બોયઝ ગ્રુપમાં દેસાઇ કૃષાંગ, દેસાઇ પૂર્વાંગ અને પટેલ હર્ષની ટીમ પ્રથમ ક્રમે, જીનલ પટેલ, અભિષેક પટેલ, અને ઉજ્જવલ પટેલની ટીમ દ્વિતીય ક્રમે અને તૃતીય ક્રમે પટેલ જય, પટેલ કૃનાલ અને ખત્રી દિપેશની ટીમ વિજેતા જાહેર થઇ હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે. જે.પી.પારડી વાલા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજના પ્રાધ્યાપક શ્રી જે.એમ.ટંડેલે મહત્વની ભુમિકા ભજવી હતી આ સમગ્ર સ્પર્ધાનું આયોજન એન.કે.ડી. સાયન્સ કોલેજના અધ્યાપક આશાબેન.એસ.પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતુ.