એન.જી.જરીવાલા હાઇસ્કૂલ-નેત્રામલી ખેલ મહાકુંભમાં ૨,૫૦,૦૦૦ ની ઈનામી રકમ જીતી

(પ્રતિનિધિ) નેત્રામલી, ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લાની ખેલ મહાકુંભ ની એથ્લેટીક્સ સ્પર્ધા સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે યોજાઈ હતી.
જેમાં સંસ્થાની દિકરી સરણીયા હેતલ ઉંચીકુદ અને ચક્રફેંક માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ૧૦,૦૦૦ રૂપિયા, ભરવાડ પિન્ટુ એ બરછી ફેંક માં પ્રથમ અને ગોળા ફેંક માં દ્વિતીય સ્થાન મેળવી ૮૦૦૦ રૂપિયા, પટેલ સાનુ એ બરછી ફેંકમાં દ્વિતીય સ્થાન મેરવી ને ૩૦૦૦ રૂપિયા ,ચેનવા અસ્મિતા એ ૨૦૦ મી.દોડ માં તુતીય સ્થાન મેળવી ને ૨૦૦૦ રૂપિયા અને મોમીન ઔનઅલી એ ઉંચીકુદ માં તૃતીય સ્થાન મેળવી ૨૦૦૦ રૂપિયા ની વિજેતા રકમ પ્રાપ્ત કરેલ છે.
સંસ્થાએ ચાલુ વર્ષે સરકારશ્રી ના ખેલ મહાકુંભ માં હેન્ડ બોલ માં પણ અવ્વલ રહી કુલ ૨,૫૦,૦૦૦ની રકમ ના ઇનામો ખેલાડીઓ એ પ્રાપ્ત કરી સંસ્થા ની સુવર્ણ જયંતિ પ્રસંગે સંસ્થાનું ગૌરવ વધારેલ છે. જે બદલ તમામ ખેલાડીઓ અને કોચ કમલેશભાઈને પ્રમુખ દિલીપભાઈ પટેલ , આચાર્ય સંજયભાઈ પટેલ, તમામ કેળવણી મંડળ, શાળા પરિવાર અને ગ્રામજનો એ અભિનંદન પાઠવેલ છે.