એપલે નવ યુનિટ ચીનથી ભારતમાં શિફટ કરી દીધી
બેંગ્લુરૂ, કેન્દ્રીય આઇટી અને કોમ્યુનિકેશંસ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે આજે કહ્યું કે અમેરિકાની વરિષ્ઠ ટેક કંપની એપલ મોટા પાયા પર ભારતમાં રોકાણ કરી રહી છે.તેમણે કહ્યું કે કોરોના કાળમાં એપલની નવ ઓપરેટિંગ યુનિટ ચીનથી ભારત શિફટ કરી ચુકી છે.તેમાં કંપોનેંટ બનાવનારી યુનિટ્સ પણ સામેલ છે.પ્રસાદે બેંગ્લુરૂ ટેક સમિટના ૨૩માં એડિશનને વર્યુઅલી સંબોધિત કરતા આ વાત કહી.
તેમણે કહ્યું કે મેન્યુફેકચરીગ વર્લ્ડ વૈકલ્પિક ડેસ્ટિનેશંસની તલાશ કરી રહી છે.તેમણે કહ્યું કે મોબાઇલ મેન્યુફેકચરિંગમાં તેજી લાવવાના પ્રયાસોમાં શાનદાર સફળતાને જાેતા અમે પ્રોડકશન લિંકડ ઇસેંટિવ પીએલઆઇનો મોટો આઇડિયા લઇ આવ્યા કેન્દ્રીય મંત્રીએ આ પહેલા દાવો કર્યો હતો કે સૈમસંગ ફોકસકોન રાઇજિંગ સ્ટાર વિસ્ટ્રોન અને પેગાટ્રોન પીએલઆઇ સ્કીમ હેઠળ એપ્લિકેશન ફાઇલ કરી રહ્યાં છે.
એ યાદ રહે કે સમિટિના ઉદ્ધાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોવિડ ૧૯ મહામારીએ ટેકનીકની શક્તિને બતાવી છે અને ભારતીયોને સરળાની સાથે તેને અપનાવી છે લોકડાઉન અને યાત્રા પર પ્રતિબંધને કારણે લોકોએ કાર્યક્ષેત્રથી દુર રાખ્યા પરંતુ ટેકનીકે ઘરેથી કામને સરળ બનાવ્યું આવનારા દિવસોમાં ટેકનીક અપનાવવાનો આ સિલસિલો જારી રહેસે તેમણે કહ્યું કે પડકારોમાં લોકો પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે કદાચ આ ભારતના ટેક ધંધાદારીઓ માટે પ્રાસંગિક છે જયારે કસ્ટમરની માંગ હોય છે કે કોઇ ડેડલાઇન હોય છે તો તમે નોટીસ કર્યું હશે કે સર્વશ્રેષ્ઠ સમાધાન નિકળે છે.
એ યાદ રહે કે સરકારે વિદેશી ઇલેકટ્રોનિક કંપનીઓને લલચાવવા માટે પ્રોડકશન લિંકડ ઇસેંટિવ સ્કીમ લોન્ચ કરી હતી આ યોજના હેઠળ અત્યાર સુધી અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં આકાર મોબાઇલ પ્રોડકશન અને પાટ્ર્સના ઉત્પાદન કરવા માટે અરજી કરી છે સરકારે તાજેતરમાં આ યોજનાનો દાયરો વધારીને ૧૦ નવા સેકટરોને તેમાં સામેલ કર્યા છે.HS