એપાર્ટમેન્ટના દરેક નળમાંથી અચાનક દારૂ નીકળવા લાગ્યો
(હિ.મી.એ),કોચ્ચી, ફિલ્મોમાં એક ડાયલોગ જ્યારે હકીકતમાં સાચો પડવા લાગે ત્યારે એક અજૂબો જ ગણી શકાય. આવી જ એક ઘટના બની છે જેમાં એપાર્ટમેન્ટમાં રહેનારા લોકોના ઘરોમાં નળમાંથી દારૂ નીકળવા લાગ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર કેરળના ત્રિસૂર જિલ્લાના ચલાકુડી કશબાનીનાં સોલોમોન એવન્યૂ એપાર્ટમેન્ટમાં રહેનારા લોકોએ નળ ચાલુ કર્યા તો તેમાંથી ભૂરા રંગનું પાણી આવવા લાગ્યું હતું. જેમાંથી અજીબ ગંધ આવી રહી હતી.
જ્યારે લોકોને સચ્ચાઈ જાણવા મળી ત્યારે લોકો હેરાન રહી ગયા હતા. આ નળોમાંથી દારુ આવી રહ્યો હતો. જ્યારે આ વાત ફેલાઈ ગઈ કે તેમના પાણીની ટાંકીમાં દારૂ ભેળશેળ થયો છે. આ વાત ઉપરથી પડદો ત્યારે ઉચકાયો જ્યારે નગર નિગમના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો.
નગર નિગમે જ્યારે મામલાની તપાસ કરી ત્યારે આખી ઘટના સામે આવી હતી. જાણવા મળ્યું હતું કે, આબકારી વિભાગના આધિકારીઓએ ૪૫૦૦ લિટર દારુ જપ્ત કર્યો હતો. આ બધો દારુ એક ખાડામાં દાટી દીધો હતો. જે લિક થઈને એ જગ્યાએ પહોંચી ગયો જ્યાંથી એપાર્ટમેન્ટને પાણી સપ્લાય થતો હતો.
ઉલ્લેખનીય છે કે આ બધો દારુ ત્યારનો છે જ્યારે કેટલાક સમય પહેલા અવૈધ રૂપથી દારૂ સ્ટોર કરવામાં આવ્યો હતો. જેને નષ્ટ કરવાનો આદેશ મળ્યો હતો. જે એ એપાર્ટમેન્ટ પાસે નષ્ટ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ પ્રમાણએ એક સ્થાનિક નિવાસીએ કહ્યું હતું કે, શરુઆતમાં પાઈપ બગડી છે એટલે આવું થતું હશે પરંતુ જ્યારે પાણીમાંથી ગંધ આવવાનું શરૂ થયું ત્યારે જાણવા મળ્યું કે આતો દારું છે.જ્યારે એપાર્ટમેન્ટમાં રહેનારા લોકોએ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા નગરપાલિકા સચિવ અને સ્વાસ્થ્ય વિભાગને પણ મામલા અંગે જાણકારી આપી હતી.