એપિડેમીક ડ્રોપસીથી ઘરના મોભી સહિત ત્રણનાં મોત
બનાસકાંઠા: બનાસકાંઠાના કુંડી ગામે એપિડેમિક ડ્રોપસી નામના રોગમાં સપડાતા છેલ્લા દસ દિવસમાં એક જ પરિવારના ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ અસરગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડાયા છે. બનાવ ને પગલે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ફરીને એપિડેમિક ડ્રોપસી નામના રોગ સામે લડવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારી પછી સ્વસ્થ અંગે લોકોમાં જાગૃતિ આવતા નવો ટ્રેન્ડ શરૂ થયો છે. બજારમાં મળતા તેલને બદલે રાયડો બજારમાંથી કે ખેડૂત પાસેથી ખરીદીને તેને ઘાણીમાં જઈને પીલાવી તેના તેલનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવી રહયો છે.
પરંતુ આ રિફાઇન્ડ વગરનું કાચું રાયડાનું તેલ મોતનું કારણ બની શકે છે., જી હા આ તેલ રિફાઇન્ડ ન થયું હોવાના કારણે તેમાંથી જે ઝેરી દ્રવ્યો હોય છે તે બહાર નીકળતાં નથી અને આ ઝેરી દ્રવ્યો વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે. કોરોના પછી લોકોની સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ અને તેલના ભાવમાં સતત ઉછાળો જાેવા મળી રહ્યો છે. તેલના ભાવ વધતા હવે લોકોમાં નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે લોકો રાયડો જાતે જ ખરીદી બજારમાં ઘાણી પર જઈ ને પીલાવે છે અને જે તેલ નીકળે છે તેનો ઉપયોગ પોતાના ભોજનમાં કરે છે
તેના લીધે જ લોકો એપિડેમિક ડ્રોપસી નામનો રોગનો શિકાર બની રહ્યા છે. ધાનેરા તાલુકાના કુંડી ગામે રહેતા છગન લુમબાજી પુરોહિતને ૧૫ દિવસ અગાઉ પગમાં સોજાે આવતાં તેઓ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. સારવાર બાદ પણ પગનો સોજાેના ઉતરતા તેઓ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા અને ત્યાં તપાસ કરાવતા છગનભાઇને એપેડમિક ડ્રોપસી નામનો રોગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેમના પરિવાર ના સભ્યોનું પણ ચેકઅપ કરવામાં આવતા તેમના પરિવારના અન્ય લોકોમાં પણ તેની અસર જાેવા મળી હટી.