એપીએમ ટર્મિનલ પિપાવાવે કોવિડ-19 લોકડાઉન વચ્ચે ‘શિક્ષણ ક્યારેય અટકે નહીં’ એ સુનિશ્ચિત કર્યું
પિપાવાવ, કોવિડ-19 રોગચાળો અને પછી લોકડાઉનની એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ પોર્ટની આસપાસના ગામડાંઓમાં અસર થઈ છે, ખાસ કરીને શાલાએ જતાં વિદ્યાર્થીઓ પર. પોર્ટ સલામતીની વિવિધ સાવચેતીઓ પર વિદ્યાર્થીઓ અને માતાપિતાઓ સુધી પહોંચ્યું છે, જેને હાથ ધોવા દરમિયાન વ્યવહારિક પ્રદર્શન દ્વારા જાળવવાની જરૂર છે. વળી પોસ્ટરો અને મોબાઇલ આધારિત સંચાર અને સલાહ પણ આપવામાં આવી છે. આ તમામ એક્ટિવિટી પોર્ટની આસપાસનાં 70 ગામડાઓમાં હાથ ધરવામાં આવી હતી.
શાળાઓમાં નિયમિતપણે ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે શિક્ષણની સાતત્યતા જાળવવા શાળાના વિદ્યાર્થીઓને મોબાઇલ આધારિત શૈક્ષણિક સાથસહકાર આપવામાં આવ્યો હતો. મેન્ટલ મેથ્સ, નિબંધલેખન, વર્કશીટ પર લેખન, વાંચન, પ્રશ્ર પૂછવા, ડ્રોઇંગ, તમારા માતાપિતાને શીખવો વગેરે દ્વારા વિવિધ વિવિધ વિષયોની સુવિધા આપી હતી.
મોબાઇલ ટેકનોલોજી દ્વારા વન-ઓન-વન ઇન્ટરેક્શન સેશનની સુવિધા 78 ગામડાઓમાં પૂરી પાડવામાં આવી હતી, જેથી માતાપિતાઓ સાથે લોકડાઉન દરમિયાન બાળકોને લોકડાઉન દરમિયાન એક્ટિવ, ખુશ અને હસતાં રહેવામાં મદદ મળશે.
પોર્ટ ધોરણ 1થી 8 તેમજ બાલવાડીના 1400થી વધારે વિદ્યાર્થીઓ અને આશરે 2000 પુખ્તો સાથે જોડાયું છે. ફેસિલિટેટર્સ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો હતો, જેઓ અપોલોમેડ દ્વારા ઓનલાઇન ટ્રેનિંગ અને સર્ટિફિકેશનમાંથી પસાર થયા હતા.