એપ્રિલ અંત સુધી રાજકારણમાં જાેડાવાનો ર્નિણય લઈશ: પટેલ
રાજકોટ, પાટીદારોની સંસ્થા ખોડલધામના ચેરમેન નરેશ પટેલની રાજકારણમાં પ્રવેશવાની તારીખ ફરી લંબાઈ છે. નરેશ પટેલે આજે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે તેમને હજુ થોડા સમયની જરુર છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે જાે પોતે રાજકારણમાં જાેડાશે તો ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપી દેશે. સમાજના લોકોની સેવા રાજકારણમાં જાેડાવવું જાેઈએ તેમ કહેતા નરેશ પટેલે કહ્યું હતું કે તેઓ રાજકારણમાં જાેડાવા માગે છે, પરંતુ તે અંગેનો ર્નિણય તેઓ સમાજના આગેવાનોની સલાહ અનુસાર લેશે.
હાલ સૌરાષ્ટ્રના ગામેગામમાં આ અંગે સરવે કરાવવામાં આવી રહ્યો છે, અને તેના આધારે તેઓ એપ્રિલના મધ્યમાં કે અંતમાં રાજકારણમાં જાેડાવાનો ર્નિણય લેશે તેમ નરેશ પટેલે કહ્યું હતું.
થોડા દિવસો પહેલા એવી જાેરદાર અટકળો હતી કે આમ આદમી પાર્ટી નરેશ પટેલને પંજાબમાંથી રાજ્યસભાના સાંસદ બનાવી શકે છે. નરેશ પટેલે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હોવાની પણ ચર્ચા હતી. જાેકે, આ અટકળો પર આખરી યાદી જાહેર થતાં જ પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.
હાર્દિક પટેલ પણ થોડા દિવસો પહેલા નરેશ પટેલને કોંગ્રેસમાં જાેડાવવા માટે ખૂલ્લું આમંત્રણ આપી ચૂક્યા છે. તો બીજી તરફ, સીઆર પાટીલને પણ આશા છે કે નરેશ પટેલ ભાજપમાં જાેડાશે. તેવામાં હવે નરેશ પટેલ સત્તા પક્ષ સાથે જાેડાય છે કે પછી વિપક્ષ સાથે તેના પર સૌની નજર છે.
તેમાંય ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા વચ્ચે તેઓ કોંગ્રેસ કે આપમાંથી કોની પસંદગી કરે છે તે જાેવાનું રહેશે. ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે સૌરાષ્ટ્રના મજબૂત લેઉવા પાટીદાર નેતા ગણાતા નરેશ પટેલને લેવા તમામ રાજકીય પક્ષો આતુર છે.
રાજ્યની ૧૮૨માંથી વિધાનસભા ૪૮ બેઠકો સૌરાષ્ટ્રમાં આવેલી છે. જેમાંની મોટાભાગની બેઠકો પર પાટીદારોનો દબદબો છે. તેવામાં નરેશ પટેલનું રાજકીય મહત્વ ખૂબ જ વધી જાય છે. વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા તો ત્યાં સુધી દાવો કરી રહ્યા છે કે જાે નરેશ પટેલ કોંગ્રેસમાં જાેડાશે તો વિધાનસભા ચૂંટણીમાં પક્ષનો વિજય નક્કી છે. જાેકે, નરેશ પટેલ આ મામલે હજુ પોતાનું મન કોઈનેય કળવા નથી દઈ રહ્યા, પરંતુ તેઓ એવા દાવા ચોક્કસ કરી રહ્યા છે કે તમામ રાજકીય પક્ષો તેમનો સંપર્ક કરી ચૂક્યા છે.SSS