એપ પર ૧૫ દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી ૨૫૦ કરોડની છેતરપિંડી
દહેરાદૂન: ઉત્તરાખંડ પોલીસે એક મોટી ઠગાઈનો ખુલાસો કર્યો છે. ઉત્તરાખંડ એસટીએફે નોઈડાથી એક આરોપીની ૨૫૦ કરોડ રુપિયાની છેતરપિંડીમાં ધરપકડ કરી છે. હેરાન કરનારી વાત એ છે કે છેતરપિંડી માત્ર ૪ મહિનાના સમયગાળામાં કરવામાં આવી છે. ચીનની સ્ટાર્ટઅપ યોજના હેઠળ બનેલ એપથી છેતરપિંડીને સફળ બનાવવામાં આવી છે. દેશમાં લગભગ ૫૦ લાખ લોકોએ આ એપને ડાઉનલોડ કરી હતી. આ એપમાં ૧૫ દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપવામાં આવે છે.ઠગીએ ૧૫ દિવસમાં પૈસા બે ગણા કરવા માટે પહેલા લોકોને પાવર બેંક એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યુ હતુ. જે બાદ તેમને ૧૫ દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપવામાં આવતી હતી.
સમગ્ર મામલનો ખુલાસો ત્યારે થયો જ્યારે હરિદ્વાર નિવાસીએ પોલીસને સૂચના આપી કે એક પાવર બેંક એપથી પૈસા બે ગણા કરવા માટે ૨ વાર ક્રમશઃ ૯૩ હજાર અને ૭૨ હજાર જમા કરાવ્યા હતા. જેમને ૧૫ દિવસમાં ડબલ કરવાની વાત કરાઈ હતી. પરંતુ એવું ન થતા પીડિતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ કરી તો જાેયું કે અલગ અલગ ખાતામાંથી ધનરાશી ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેની ઉંડાણપૂર્વક તપાસ કરતા આમાં ૨૫૦ કરોડની છેતરપિંડીનો પર્દાફાર્શ થયો.
એસએસપી અજય સિંહે કહ્યુ કે ઉત્તરાખંડ એસટીએફે તપાસ બાદ નોઈડાથી એક આરોપી પવન પાંડેને અરેસ્ટ કર્યો છે. આરોપીની પાસે
૧૯ લેપટોપ, ૫૯૨ સિમ કાર્ડ, ૫ મોબાઈલ ફોન, ૪ એટીએમ કાર્ડ અને ૧ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે. એસટીએફની તપાસમાં જાેવા મળ્યું કે ધનરાશી ક્રિપ્ટો કરેન્સીમાં ફેરવીને વિદેશ મોકલવામાં આવી રહી છે.
દહેરાદૂનના એડીજી અભિનવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે ચીની સ્ટાર્ટ અપ યોજના હેઠળ આ એપ બનાવવામાં આવી હતી. તેમણે આ મામલામાં અન્ય તપાસ એજન્સીઓ આઇબી અને રૉને પણ સૂચના આપી છે. જે વિદેશી લોકોના નામ સામે આવી રહ્યા છે. તેમનો દૂતાવાસનો સંપર્ક કરી જાણકારી માંગવામાં આવી રહી છે. જલ્દી જ જાણકારી સામે આવશે. અત્યાર સુધી મામલામાં ઉત્તરાખંડમાં ૨, બેંગલુરુમાં ૧ કેસ નોંધાયો છે.