એફઆઈઆરમાં ખુલાસોઃ TRPમાં રીપબ્લિક ટીવી નહીં પણ આજતક ચેનલનું નામ
મુંબઈ, TV ચેનલો દ્વારા TRPને થયેલા ખુલાસામાં એક પછી એક સનસનાટી ખુલાસા થઈ રહ્યાં છે. હવે આ કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. મુંબઈ પોલીસે અત્યાર સુધી TRP કેસમાં રિપબ્લિક ટીવીનું નામ સામે આવી રહ્યું હતું પરંતુ હવે સામે આવેલી વીગતો પ્રમાણે આ કેસમાં રિપબ્લિક નહીં પણ આજ તક એટલે કે ઈન્ડિયા ટુડેનું નામ શામે આવ્યું છે.
મુંબઈમાં TRPની જવાબદારી સંભાળતી કંપની હંસા રિસર્ચ ગ્રુપ પ્રાઈવેટ લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર નીતિન દેવકરે FIR દાખલ કરાવી છે. આ એફઆઈઆરની જે કોપી સામે આવી છે જેમાં ‘રિપબ્લિક’ નહીં પણ ‘ઈન્ડિયા ટુડે’નું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ FIRની કોપી સામે આવ્યા બાદ મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરી છે. મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર મિલિંદ ભરાંબેએ જણાવ્યું હતું કે, હંસા દ્વારા નોંધાવવામાં આવેલી FIRમાં ઈન્ડિયા ટુડેનું નામ જરૂર હતું, પરંતુ ધરપકડ કરાયેલા એક આરોપીએ પૂછપરછમાં રિપબ્લિક ટીવી અને 2 મરાઠી ચેનલોનું નામ જણાવ્યું હતું. અત્યાર સુધીની જે તપાસ કરવામાં આવી છે એના આધારે આ ત્રણેય ચેનલો વિરુદ્ધ પુરાવા મળ્યા છે તો તપાસ પણ એ જ દિશામાં આગળ વધશે.
જાહેર છે કે, ગઈ કાલે ગુરુવારે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે પ્રેસ-કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે, રિપબ્લિક ટીવી અને 2 મરાઠી ચેનલે ખોટી TRP લેવાની રમતમાં સામેલ હતાં. તે પૈસા આપીને TRP ખરીદી રહ્યા હતા. આ કેસમાં મુંબઈ પોલીસે 2 મરાઠી ચેનલોના માલિક સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. જોકે આ કેસમાં હવે રિપલ્બિક નહીં પણ ખરેખર તો ઈન્ડિયા ટુડેનું નામ સામે આવ્યું હોવાનું જણાય છે. જેથી આ કેસમાં મોટો વળાંક આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુશાંત કેસમાં રિપોર્ટિંગને લઈને આજ તક ટીવી ચેનલને 1 લાખ રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.