Western Times News

Gujarati News

એફઆઈએફઈએ રશિયન બિલાડી પર બેન લગાવ્યો

મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઘણા દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો રશિયા પર પ્રતિબંધો લાદી રહ્યા છે. એવામાં હવે આ લિસ્ટમાં રશિયન જાતિની બિલાડીઓનું નામ પણ જાેડાઈ ગયુ છે.

હકીકતમાં, બિલાડીઓ સાથે સંકળાયેલ ફેડરેશન ઈન્ટરનેશનલ ફેલીનએ રશિયન જાતિની બિલાડીઓની નિકાસ અને નોંધણી પર પ્રતિબંધ લાદવાનું નક્કી કર્યું છે. બિલાડીઓ પરના આ નિયંત્રણો ૩૧ મે સુધી અમલમાં રહેશે. ફેડરેશન ઈન્ટરનેશનલ ફેલીનના એક્ઝિક્યુટિવ બોર્ડે આ સંદર્ભમાં એક નિવેદન જારી કરીને કહ્યું કે, યુક્રેન પર રશિયાનો હુમલો ચોંકાવનારો છે.

આ હુમલામાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હજારો લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું છે અને જીવ બચાવવા માટે અહીં-તહીં ભટકવું પડ્યું છે. બરબાદીનું આ દ્રશ્ય સૌ કોઈ જાેઈ રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને અમે કેટલાક નિયંત્રણો લાદવાનો ર્નિણય કર્યો છે.

ફિફે એક નિવેદનમાં કહ્યું કે બોર્ડને લાગે છે કે તે આ અત્યાચારોને જાેઈ શકતું નથી. તેથી, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ૧ માર્ચથી રશિયામાં બિલાડીની કોઈપણ જાતિને બહાર મોકલવા માટે કોઈ નોંધણી કરવામાં નહીં આવે. બોર્ડે કહ્યું કે, અમે ર્નિણય લીધો છે કે ૧ માર્ચથી રશિયન જાતિની કોઈપણ બિલાડીની આયાત કરવામાં આવશે નહીં.

એટલું જ નહીં, હવે રશિયાની બહાર ફેડરેશનની પે ડિગ્રી બુકમાં કોઈ પણ રશિયન બિલાડી નોંધવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ૨૪ ફેબ્રુઆરીએ રશિયન સેનાએ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી.

ત્રણ દિવસ પછી, રશિયાએ યુક્રેનના બે સ્વતંત્ર દેશો ડોનેટ્‌સક અને લુહાન્સ્કને માન્યતા આપી. ત્યારથી બંને દેશો વચ્ચે વિવાદ વધી ગયો છે. અમેરિકા, બ્રિટન, કેનેડા અને યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશોએ રશિયાના આ પગલાની નિંદા કરી છે. આ સાથે આ દેશોએ રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને સૈન્ય મદદનું વચન પણ આપ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.