એફએટીએફમાં બ્લેક યાદીમાં સામેલ થવા પાકિસ્તાન આગળ વધી રહ્યું છે
ઇસ્લામાબાદ, ફાઇનેંશન એકશન ટ્સ્ક ફોર્સ (એફએટીએફ)ની બ્લેક યાદીથી બચવા માટે હાથ પગ મારી રહેલ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ભારે આંચકો લાગ્યો છે એફએટીએફથી જાેડાયેલ બે ધારાસભ્યોએ પાકિસ્તાની સંસંદના ઉચ્ચ ગૃહને રદ કરી દીધો છે આથી આતંકવાદને પાલી રહેલ પાકિસ્તાનને બ્લેક યાદી થવાનો ખતરો વધવા લાગ્યા છે બીજીબાજુ પોતાના આયરન બ્રધરને ફસાતા જાેઇ હવે ચીન પણ તડપી રહ્યું છે.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિને કહ્યું કે આતંકવાદ તમામ દેશો માટે એક પડકાર છે અને પાકિસ્તાને તેની વિરૂધ્ધ લડવા માટે બલિદાન આપ્યું છે આંતરરાષ્ટ્રીય સમુદાયે તેનું સમ્માન કરવું જાેઇએ ચીન તમામ રીતના આતંકવાદનો વિરોધ કરે છે હકીકતમાં આગામી મહીને એફએટીએફની બેઠક યોજાનાર છે તેમાં પાકિસ્તાનના બ્લેક યાદીમાં હોવાન પર નિર્ણય લેવાનો છે.
એફએટીએફે આતંકવાદને નાણાંકીય પોષણ રોકવા અને મની લોન્ડ્રીંગની વિરૂધ્ધ પગલા ઉઠાવવાને લઇ ૨૭ પાસાઓને એકશન પ્લાન બનાવ્યો હતો આ હેઠળ ઇમરાન સરકાર અનેક બિલ પસાર કરી રહી છે બીજીબાજુ વિરોધ પક્ષે ઇમરાન ખાનના આ પ્રયાસોને જાેરદાર આંચકો આપ્યો છે વિરોધ પક્ષોએ સંસદના ઉચ્ચ ગૃહમાં ઇમરાન ખાનના બે વિધેયકોને પસાર થવા દીધા નહીં હવે જેમ જેમ એફએટીએફની બેઠકની તૈયારી નજીક આવી રહી છે પાકિસ્તાન અને તેમના આકા ચીનની ધડકન વધતી જઇ રહી છે.
આ પહેવા જુનમાં એફએટીએફએ ભારતમાં આતંકી હુમલાને પરિણામ આપનારા સંગઠનોને પાળનારા પાકિસ્તાનને ગ્રે યાદીમાં યથાવત રાખ્યું હતું એફએટીએફે કહ્યું કે લશ્કર એ તોઇબા અને જૈશ એ મોહમ્મદ જેવા સંગઠનોને પહોંચનાર ફંડિંગ પર અંકુશ લાવી શકયું નહીં એફએટીએફનો આ નિર્ણય એવા સમયે આવ્યો હતો જયારે અમેરિકાએ પોતાના રિપોર્ટમાં પાકિસ્તાનને ભારત અફધાનિસ્તાન અને શ્રીલંકામાં આતંકી હુમલા કરનારા સંગઠનોને પોષવાની જગ્યા બતાવી આ સમયે એફએટીએફ ના અધ્યક્ષ ચીનના શિયાંગમિન લિઉ છે અને પાકિસ્તાનને આશા છે કે તેમની મદદથી તે ગ્રે યાદીની બહાર નિકળી જશે પરંતુ આમ થયું નહીં એફએટીએફે આતંકવાદીને નાણાંકીય પોષણ રોકવા અને મની લોન્ડ્રીંગ વિરૂધ્ધ પગલુ ઉઠાવવાને લઇ ૨૭ પાસાઓનો એકશન પ્લાન બનાવ્યો હતો.HS