એબીપી અસ્મિતાએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોને ‘અસ્મિતા પુરસ્કાર 2020’ એનાયત કર્યો
સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર સફળ વ્યક્તિઓને સન્માન કરવા માટે એવોર્ડ શોનું આયોજન કર્યું
અમદાવાદ, ભારતની ટોચની ગુજરાતી ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતાએ રાજ્યની સાથે દેશ અને દુનિયામાં નોંધપાત્ર પ્રદાન કરનાર પ્રેરક અને સફળ મહાનુભાવોને બિરદાવવા પ્રતિષ્ઠિત એવોર્ડ શૉ ‘અસ્મિતા સન્માન પુરસ્કાર 2020’નું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ 15 ફેબ્રુઆરી, 2020નાં રોજ અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવ વિસ્તારમાં સ્થિત હયાત અમદાવાદમાં યોજાઈ હતી.
આ શૉમાં ગુજરાતનાં આદણીય મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી અને વિવિધ અન્ય મહાનુભાવો તથા એવોર્ડવિજેતાઓ શ્રી કિશોર ઝાલા (સીઓઓ, જીસીએમએમએફ), પહ્મશ્રી ભીખુદાન ગઢવી (લોકગાયક), શ્રી રઘુવીર ચૌધરી (સાહિત્યકાર), ડો. અરુણભાઈ દવે (મેનેજિંગ ટ્રસ્ટી, લોકભારતી એજ્યુકેશન ટ્રસ્ટ), શ્રી નિલેશ માંડલેવાલા (સ્થાપક, ડોનેટ લાઇફ), શ્રી નયન મોંગિયા (ક્રિકેટર), શ્રી પાર્થિવ ગોહિલ (ગાયક કલાકાર) અને શ્રી કિરણ કુમાર (અભિનેતા) સામેલ હતા.
‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’ થીમ સાથે એબીપી અસ્મિતાનો ઉદ્દેશ એવા ગુજરાતીઓને ઓળખવાનો હતો, જેમણે સમાજમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે તથા પોતાના ખંત અને મહેનતથી રાજ્યનાં પાયાને મજબૂત કર્યો છે. ગુજરાતે ભારતના સૌથી વધુ ઔદ્યોગિકીકરણ પામેલા અને વિકસેલા રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે, છતાં ગુજરાતે રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાનું જતન કર્યું છે. આ શૉ દ્વારા એબીપી અસ્મિતાએ ઉત્કૃષ્ટ મહાનુભાવોને બિરાદાવ્યાં હતાં, જેમણે રમતગમત, સિનેમા, સંગીત, શિક્ષણ, સંસ્કૃત, સામાજિક સેવા, સાહિત્ય અને ઉદ્યોગસાહસિકતા જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે.
એબીપી ગ્રૂપનો ઉદ્દેશ પોતાની પ્રાદેશિક ચેનલો મારફતે બહુભાષા લોકોને સેવા આપવાનો છે. એબીપી અસ્મિતા સૌથી વધુ જોવામાં આવતી ગુજરાતી ચેનલોમાંની એક છે અને સંપૂર્ણ ગુજરાતમાં દર્શકો ધરાવે છે. એવોર્ડ સમારંભ ‘અસ્મિતા સન્માન પુરસ્કાર 2020’ એબીપી અસ્મિતા પર ગુજરાતી ભાષી દર્શકો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં ગુજરાતીઓના ખંત, જુસ્સા અને ઉત્સાહને બિરદાવવા જીવનનાં વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવોએ હાજરી આપી હતી.
એવોર્ડવિજેતાઓની યાદી:
બિઝનેસ – ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ – જીસીએમએમએફ (અમૂલ) : ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, જીસીએમએમએફ, ભારતનું સૌથી મોટી ફૂડ પ્રોડક્ટ માર્કેટિંગ ઓર્ગેનાઇઝેશન છે, જેનું વાર્ષિક ટર્નઓવર 4.8 અબજ ડોલર છે. સંસ્થા 18,700 વિલેજ મિલ્ક કોઓપરેટિવ સોસાયટીઓ પાસેથી દરરોજ અંદાજે 23 મિલિયન લિટર દૂધની ખરીદી કરે છે, 33 જિલ્લાઓને આવરી લેતી 13 મેમ્બર યુનિયન ધરાવે છે અને 3.6 મિલિયન મિલ્ક પ્રોડ્યુસર સભ્યો ધરાવે છે. આ ઓર્ગેનાઇઝેશન ‘અમૂલ’ અને ‘સાગર’ બ્રાન્ડેડ પ્રોડક્ટનું એક્સક્લૂઝિવ માર્કેટિંગ કરે છે. એવોર્ડ જીસીએમએમએફનાં સીઓઓ શ્રી કિશોર ઝાલાએ સ્વીકાર્યો હતો.
સંસ્કૃતિ – પહ્મશ્રી ભીખુદાન ગઢવી ભારતીય લોકગાયક અને ગીતોનાં લેખક છે, ડાયરોનાં જાણીતા કલાકાર છે. તેમણે ગુજરાતની વર્ણનાત્મક ગીતોની પરંપરાને જાળવી રાખી છે. શ્રી ગઢવી ગુજરાત સરકારનાં ગુજરાત ગૌરવ એવોર્ડનાં વિજેતા છે અને સંગીત નાટક અકાદમી એવોર્ડનાં વિજેતા છે. ભારત સરકારે વર્ષ 2016માં એમને લોકસંગીતમાં અવિસ્મરણીય પ્રદાન કરવા બદલ દેશનું સૌથી ઊંચું ચોથું નાગરિક સન્માન પહ્મશ્રી એનાયત કર્યું હતું.
સાહિત્ય – શ્રી રઘુવીર ચૌધરી ગુજરાતનાં પ્રસિદ્ધ સાહિત્યકાર, કવિ અને વિવેચક છે. તેઓ અનેક અખબારોમાં કટારલેખક તરીકે કામ કરે છે. તેમને તેમની ત્રણ નવલકથા ઉપરવાસ માટે વર્ષ 1977માં સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત થયો હતો. તેમને વર્ષ 2015માં ભારતનો સર્વોચ્ચ સાહિત્ય એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. તેઓ 80થી વધારે પુસ્તકો લખ્યાં છે અને ઘણી સાહિત્યિક સંસ્થાઓને સેવા પણ આપી હતી.
શિક્ષણ – ડો. અરુણભાઈ દવે લોકભારતી એજ્યુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી છે. તેમનું અભિયાન લોકભારતીને ગામડાનાં ગરીબ માણસને લોકલક્ષી શિક્ષણ આપવાનો, પ્રકૃતિ સાથે અનુરૂપ પર્યાવરણને લાભદાયક વિકાસને વેગ આપવાનો તથા આપણા દેશની સંસ્કૃતિનું જતન કરવાનો છે.
સામાજિક સેવા – શ્રી નિલેશ માંડલેવાલા ગુજરાતનાં સુરતમાં એનજીઓ ડોનેટ લાઇફનાં સ્થાપક અને પ્રેસિડન્ટ છે. તેઓ વર્ષ 2005માં અંગ દાન કરવા વિશે સંદેશ વધુ લોકો સુધી પહોંચાડવા અવિરતપણે કામ કરે છે. તેઓ 355 કિડની, 143 લિવર, 7 સ્વાદુપિંડ, 25 હૃદય, 4 ફેંફસા અને 260 આંખોનું દાન કરાવીને દેશ અને દુનિયામાં 730 વ્યક્તિઓને નવું જીવન અને વિઝન આપવામાં સફળ રહ્યાં છે. તેઓ 10 લાખથી વધારે લોકોને કેડેવર ઓર્ગેન ડોનેશન પર જાગૃત કરવામાં અને આ અંગેનો સંદેશ ફેલાવવામાં સફળ રહ્યાં છે.
રમતમગમત –શ્રી નયન મોંગિયા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર છે. તેઓ જમણેરી બેટ્સમેન અને વિકેટકીપર હતા. તેઓ 1990નાં દાયકાની શરૂઆતનાં વર્ષો દરમિયાન ભારત માટે અતિ સફળ વિકેટકીપરમાંના એક હતા. તેમના ચપળ કીપિંગ અને સારાં બેટિંગનો લાભ ભારતીય ટીમને થયો હતો તથા સૈયદ કિરમાણી અને કિરણ મોરે પછી ત્રીજા ભારતીય કીપર છે, જેમણે 100 કેચ અને 1000 રન કરવાની સિદ્ધિ મેળવી છે. વર્ષ 2004માં તેઓ થાઇલેન્ડ નેશનલ ક્રિકેટ ટીમનાં કોચ બન્યા હતા. વળી તેઓ વર્ષ 2004માં મલેશિયામાં એસીસી ટ્રોફીનાં કોચ પણ હતા.
સંગીત – શ્રી પાર્થિવ ગોહિલે નાની વયથી સંગીતમાં તાલીમ મેળવી હતી અને દેવદાસ, સાવરિયા, વાદા રહા અને ઘણી ફિલ્મોમાં ગાયક કલાકાર તરીકે ગીતો ગાયા હતા. એમના અન્ય પ્રોજેક્ટમાં આઇકોનિક ગીત ફિર મિલે સુર મેરા તુમ્હારા અને પ્રતિષ્ઠિત કલાકારો સાથે એમટીવી પર્ફોર્મન્સમાં ભાગીદારી સામેલ છે.
મનોરંજન/સિનેમા – શ્રી કિરણ કુમાર ભારતીય ફિલ્મ કલાકાર છે, જેમણે હિંદી, રાજસ્થાની અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે તેમજ કેટલીક ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.
તેમણે હિંદી ફિલ્મ ‘ખુદા ગવાહ’થી નકારાત્મક ભૂમિકાઓમાં લોકપ્રિયતા મેળવી હતી. એમની અન્ય પ્રસિદ્ધ ફિલ્મોમાં તેઝાબ, બોબી જાસૂસ, સેન્ડવિચ, એલઓસીઃકારગિલ, મોક્ષાઃસાલ્વેશન, શિકારી, અમરાવતી, ઇશ્ક કા મંજન અને સલ્લુ કી શાદી સામેલ છે. તેઓ એબીપી અસ્મિતા પર પ્રધાનમંત્રી સિઝન 2નું સંચાલન પણ કરશે.