Western Times News

Gujarati News

એબેલોન ક્લીન એનર્જી ગુજરાતમાં બાયોગેસ પ્લાન્ટ બનાવાશે

બીજા ચરણમાં બંને કંપની દેશભરમાં બાયોગેસ પ્રોજેક્ટનો અમલ કરવાના પ્રયાસ કરશે ઃ વ્યૂહાત્મક જાડાણથી ફાયદો

અમદાવાદ, ઇન્ટિગ્રેટેડ સસ્ટેઇનેબલ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર એબેલોન ક્લીન એનર્જ લિમિટેડે સમગ્ર ભારતમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે જર્મનીની એગ્રાફર્મ ગ્રુપ સાથે જોડાણ કર્યું છે. આ વ્યૂહાત્મક જોડાણ અંતર્ગત એબેલોન પ્રાથમિક તબક્કામાં એગ્રાફર્મ જીએમબીએચનાં ટેકનોલોજીકલ સપોર્ટ ગુજરાતમાં એકથી વધારે બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરશે. બાયોગેસ પ્લાન્ટને પ્રોજેક્ટનાં સૂચિત સ્થળોમાં ઉપલબ્ધ પશુનાં કચરાં, ખાદ્ય પદાર્થોનાં કચરાં અને રસોડાનાં કચરાં, બગીચાનાં કચરાં અને વિવિધ સ્થળો પર ઉપલબ્ધ કૃષિલક્ષી કચરો કે પ્રક્રિયાગત કચરા સહિત ફીડસ્ટોકનાં વિવિધ સેટનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવશે.

બીજા તબક્કામાં બંને કંપનીઓ સમગ્ર ભારતમાં બાયોગેસ પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે સંયુક્તપણે કામ કરશે. આ અંગે એબેલોન ક્લીનએનર્જી લિમિટેડનાં એમડી અને સીઇઓ શ્રી આદિત્ય હાંડાએ જણાવ્યું હતું કે, એબેલોન એની સ્થાપનાથી દેશમાં ઊર્જાનાં સ્થિર ઉત્પાદનમાં પ્રદાન કરવા માટે બાયો-રિફાઇનરી વેલ્યુ ચેઇનનાં તમામ પાસાંઓ ચકાસી રહી છે. એસએટીએટી(સસ્ટઇનેબલ અલ્ટરનેટિવ ટૂવડ્‌ર્ઝ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન) અને ભારતભરમાં ૫૦૦૦ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવાનાં રાષ્ટ્રીય લક્ષ્યાંકની જાહેરાતથી અમને આ સેગમેન્ટમાં સહભાગી થવાની તક મળી છે.

અમે અમારાં વ્યૂહાત્મક ટેકનિકલ પાર્ટનર તરીકે એગ્રાફર્મને લઈને ખુશ છીએ. આ જાડાણ ભારતીય સંદર્ભમાં વૈશ્વિક સ્તરનાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા અમને સક્ષમ બનાવશે એવું માનું છું. એગ્રાફર્મ જીએમબીએચનાં એમડી શ્રી આઇક લીકવેગે જણાવ્યું હતું કે, એગ્રાફર્મ યુરોપમાં બાયોગેસ પ્રોજેક્ટ સ્થાપિત કરવાનો નોંધપાત્ર ટ્રેક રેકોર્ડ ધરાવે છે. અમે ભારતમાં આ સેગમેન્ટને લઈને આતુર છીએ તથા એબેલોન સાથે જોડાણમાં દેશનાં બાયોગેસ મિશનમાં પ્રદાન કરવાની તક ઝડપવા ઇચ્છીએ છીએ. કંપનીએ ગુજરાતમાં પીપીપી મોડલ હેઠળ ૫ શહેરોમાં શહેર-આધારિત વેસ્ટ ટૂ એનર્જી(ડબલ્યુટીઇ) પ્રોજેક્ટ પણ સ્થાપિત કર્યા છે તથા એનાં બાયોગેસ બિઝનેસ વર્ટિકલ વિકસાવવા આતુર છે.

એગ્રાફર્મ ગ્રૂપ દુનિયામાં કૃષિ, રસોડું, ફૂડ અને ડેરી વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસ આધારિત પ્લાન્ટનાં થોડાં ટર્નકી પ્રોવાઇડરમાંની એક છે તથા કંપનીએ દુનિયાભરમાં ૧૨૦ એમડબલ્યુઇની સંયુક્ત ક્ષમતા ધરાવતાં ૯૦થી વધારે બાયોગેસ પ્લાન્ટ વિકસાવ્યાં છે. બાયોગેસ ઉપયોગી પુનઃપ્રાપ્ય ઊર્જા તરીકે વિકસ્યો છે, જે કૃષિ, પશુ, ઔદ્યોગિક અને મ્યુનિસિપલ કચરાને ઊર્જામાં પરિવર્તિત કરે છે તથા સાફસફાઈ સુધારવા વ્યૂહરચનાઓ સાથે સંકલિત થઈ શકે છે અને ઇન્ડોર હવાનું પ્રદૂષણ ઘટાડી શકે છે.

અત્યારે ભારતમાં બાયોગેસનું કુલ ઉત્પાદન વર્ષે ૨.૦૭ અબજ એમ૩ છે. આ એની ક્ષમતા કરતાં પ્રમાણમાં ઓછું છે, જે વર્ષે ૨૯ થી ૪૮ અબજ એમ૩ છે. ભારતમાં આ પ્રકારનાં પ્લાન્ટ દેશમાં બાયોગેસનાં ઉત્પાદનને વધારવામાં મદદરૂપ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.