એમએમ નરવણે નવેમ્બરના પહેલા અઠવાડીયે નેપાળ પ્રવાસ પર જશે
નવીદિલ્હી, થલસેના પ્રમુખ જનરલ એમએમ નરવણે ૪-૬ નવેમ્બર સુધી નેપાળનો પ્રવાસ પર જશે.આ દરમિયાન તે વડાપ્રધાન ( અને રક્ષામંત્રી) કે પી ઓલી સહિત નેપાળી સમકક્ષ,જનરલ પુરન ચંદ થાપાની મુલાકાત કરશે આ સાથે જ નેપાળી સેનાના આર્મી કમાંડ એન્ડ સ્ટાફ કોલેજમાં સ્ટુડેંટ ઓફિસર્સને સંબોધિત પણ કરશે.
કાઠમંડૂ પહોંચવા પર તેમને નેપાળી સેના મુખ્ય મથકે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.ખાસ વાત એ છે કે નેપાળની રાષ્ટ્રપતિ,બિંદિયા દેવી ભંડારી થલસેના પ્રમુખને નેપાળી સેનાના ઓનોરેરી જનરલ રેંકથી નવાજશે જનરલ નરવણે નેપાળી સેનાના પ્રમુખના આમંત્રણ પર કાઠમંડૂના પ્રવાસ પર જઇ રહ્યાં છે તે નેપાળી સેનાના વોર મેમોરિયલ પર શહીદોને શ્રઘ્ધાંજલિ પણ અર્પિત કરશે.
એ યાદ રહે કે નેપાળના નવા નકશો જારી થયા બાદ ભારતથી સંબંધોમાં તિરાડ આવી હતી.નેપાળે ચીન સીમાથી જાેડાયેલ ટ્રાઇ જકશન પર ઉત્તરાખંડના કાલાપાની અને લિપુલેખ વિવાદિત વિસ્તારને પોતાના અધિકાર ક્ષેત્રમાં બતાવ્યા હતાં જેને લઇ બંન્ને દેશો વચ્ચે તનાવનું વાતાવરણ પેદા થયુ હતું ત્યારબાદથી ભારત તરફથી નેપાળનો આ પહેલો મહત્વપૂર્ણ પ્રવાસ હશે
જનરલ નરવણે એમ કહી સનસનાટી મચાવી દીધી હતી કે ચીનના ઇશારા પર નેપાળ ભારત વિરોધી વાતો કરી રહ્યું છે.નરવણેનું નેપાળમાં નેપાળી સેનાના હોનોરેરી જનરલના રેંકથી નવાજવામાં આવશે થલસેનાધ્યક્ષનો આ પ્રવાસ એવા સમયમાં થઇ રહ્યો છે જયારે બંન્ને પડોસી દેશોના સંબંધોમાં ગત છ મહીનાથી તનાવ બનેલ છે.
નેપાળી સેનાના પ્રવકતા બ્રિગેડીયર એસ બી પૌદયાલે નિવેદન જારી કરી કહ્યું હતું કે નેપાળ સરકારે આ વર્ષ ત્રણ ફેબ્રુઆરીએ ભારતના થલસેના પ્રમુખની નેપાળ યાત્રાને મંજુરી આપી દીધી હતી પરંતુ બંન્ને દેશોમાં લોકડાઉનને કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ હવે જનરલ મનોજ મુકુંદ નરવણે નવેમ્બર મહીનામાં નેપાળ પ્રવાસે આવશે જાે કે તારીખો હજુ નક્કી કરવામાં આવી નથી.HS